તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મારી તાકાત મારો મત’ સેલ્ફી પોઈન્ટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 18 એપ્રિલ સુધી લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં દરરોજ હજારોની સંખ્યામાં મેળાની મોજ માણવા માટે જનમેદની ઉમટી પડે છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અહીં મારી તાકાત મારો મત’ સેલ્ફી પોઈન્ટ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સેલ્ફી અભિયાનની સાથોસાથ ઈ.વી.એમ., વીવીપેટ ડેમોસ્ટ્રેશનના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...