તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3130 ફોર્મ ભરાયા : 25 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આર.ટી.ઈ. અંતર્ગત ફોર્મ ભરવાની છેલ્લી તા. 15 એપ્રિલ હતી, જેમાં વધારો કરી 25 એપ્રિલ કરવામાં આવી છે. જેથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે, અત્યારસુધીમાં કુલ 3130 વિદ્યાર્થીઓના આર.ટી.ઈ. હેઠળ ફોર્મ ભરાયા છે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવા માટે પોરબંદર જિલ્લા વિદ્યાર્થી પરિષદના પ્રમુખ નાગાર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા શિક્ષણઅધિકારીને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને આર.ટી.ઈ. હેઠળ ફોર્મ ભરવાની મુદ્દતમાં 10 દિવસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળી છે. આ તકે પોરબંદર જિલ્લા વિદ્યાર્થી પરિષદના પ્રયાસથી ફોર્મ ભરવાની મુદ્દતમાં 10 દિવસનો વધારો થતા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...