તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીંગરીયા ગામે 25 બહેનોએ બ્યુટીપાર્લર મેનેજમેન્ટની 30 દિવસીય તાલીમ મેળવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના ચીંગરીયા ગામે ભારતીય સ્ટેટ બેન્કની ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ધરમપુર દ્વારા બ્યુટીપાર્લર મેનેજમેન્ટની 30 દિવસીય તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 35 બહેનો પૈકી 25 બહેનોનું સિલેક્શન થયું છે. આ બહેનોને મહેંદી મૂકવી, બ્યુટીકેર, હેરસ્ટાઈલ, ફેશીયલ, મેડીક્યોર, પેડીક્યોર, દુલ્હન સજાવટ, બ્યુટીકેર સ્પીચ, બ્યુટીકેર લેખિતની પણ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં બહેનોની એક્ઝામ લેવામાં આવી હતી જેમાંથી 9 બહેનો પાસ થઈ હતી. એક્ઝામ પાસ કરનાર બહેનોને ગોલ્ડ મેડલ સાથે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, આ સંસ્થા દ્વારા બહેનો તાલીમ મેળવ્યા બાદ બ્યુટીપાર્લર ખોલી સ્વરોજગારી મેળવી પગભર થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તાલીમના સંપન્ન સમારોહ પ્રસંગે ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...