જિલ્લામાંથી ચાલુ વર્ષે નાસતા-ફરતા 22 આરોપીઓ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં ચૂંટણી સમય દરમિયાન ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોરબંદર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે ઝુંબેશ શરૂ કરી છે. પોરબંદર જિલ્લામાં દેશી-વિદેશી દારૂના ગુન્હામાં, મારામારી તેમજ અન્ય ગુન્હાઓમાં 150 થી વધુ આરોપીઓ નાસતા-ફરતા ફરી રહ્યા છે. આ આરોપીઓને ઝડપી લેવા માટે ઝુંબેશ શરૂ કરી ચાલુ વર્ષે કુલ 22 આરોપીઓને ઝડપી લીધા હતા અને જે-તે પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો તે પોલીસ મથકે વધુ કાર્યવાહી માટે સોંપી આપવામાં આવ્યા હતા.

મહિલા સહિત 7 બુટલેગરોને પાસા હેઠળ ધકેલાયા
પોરબંદર પોલીસે દારૂના ગુન્હાઓના આરોપીને પાસા હેઠળ મોકલી આપવાની કાર્યવાહી કરી હતી જેમાં 1 મહિલા સહિત 7 બુટલેગરોને અમદાવાદ, વડોદરા તથા સુરત જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા છે.

ચૂંટણીને લઈને 2861 વ્યક્તિઓ સામે અટકાયતી પગલા ભરી જામીન લેવામાં આવ્યા
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થાય અને સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસે 2861 વ્યક્તિઓ વિરૂદ્ધ સી.આર.પી.સી. કલમ 110 મુજબ અટકાયતી પગલા ભરી જામીન લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે 68 લોકો વિરૂદ્ધ તડીપાર માટે એસ.ડી.એમ. પોરબંદર અને એસ.ડી.એમ. કુતિયાણાને દરખાસ્તો મોકલી છે.

અન્ય સમાચારો પણ છે...