તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં વિવિધ સ્થળો પર 206 CCTV કેમેરાઓ ફીટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર શહેરમાં વિવિધ સ્થળો પર 206 CCTV કેમેરાઓ ફીટ કરી દેવામાં આવ્યા છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ચાલકોને એક અઠવાડીયા બાદ ઇ-મેમો પકડાવી દેવામાં આવશે.

વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પોરબંદર શહેરની દરેક એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મુખ્ય માર્ગો, સેન્સીટીવ દરિયાકાંઠો, લકડી બંદર, બસ સ્ટેશન, હનુમાનગુફા, સુદામા ચોક, જ્યુબેલી પુલના બન્ને છેડે, સોની બજાર, માણેકચોક અને ચોપાટી સહિતના વિવિધ સ્થળોએ કુલ 206 CCTV કેમેરા ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. પોરબંદરમાં થતી ગુન્હાખોરી અને શંકાસ્પદ હીલચાલ કાબુમાં લેવા માટે પોલીસ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના દરેક વિસ્તારોમાં સીસી ટીવી કેમેરા ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરને સ્માર્ટ સીસી ટીવી કેમેરાથી સુરક્ષિત કરવાની કામગીરીનું આયોજન જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કરાયુ હતુ. શહેરના મુખ્ય માર્ગો અને હરવા-ફરવા લાયક સ્થળો તથા મહત્વના સ્થળો ઉપર અલગ-અલગ 34 લોકેશનો પર 206 જેટલા સીસી ટીવી કેમેરા ફીટ કરી દેવામાં આવ્યા છે. જેનું કમાન્ડ એન્ડ કન્ટ્રોલીંગ સ્ટેશન નવી એસ.પી. કચેરી ખાતે તૈયાર થઈ ચૂક્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મૂકવામાં આવનાર સીસી ટીવી કેમેરાથી આધુનિક કન્ટ્રોલરૂમ ખાતે દરેક વિસ્તારો પર 24 કલાક અને 365 દિવસ બાજનજર પોલીસ દ્વારા રખાશે. શહેરમાં થતી નાની-મોટી ચોરી, લૂંટ, બાઈકની ઉઠાંતરી, ચીલઝડપ, છેડતીના બનાવો, નાના-મોટા ઝઘડા, વાહન અકસ્માત, બોર્ડરનું સુપરવિઝન, દેશવિરોધી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાશે. આ સીસી ટીવી કેમેરાઓ નાઈટ વિઝન કેમેરા છે જેથી અન્ય ગુન્હાખોરી કાબુમાં આવશે અને પોલીસની ત્રીજી આંખની જેમ આ સીસી ટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી ઈ-ચલણ એક અઠવાડીયા બાદ વસૂલવામાં આવશે. ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્રારા આ પ્રોજેકટનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. પોરબંદર જીલ્લા પોલીસ હેડકવાર્ટર DTC ખાતે જીલ્લાના 300 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ લાઇવ ટેલીકાસ્ટ નિહાળ્યુ હતુ. સીસીટીવી કેમેરા ચાલુ થતા ગુન્હાઓ અટકાવવા તેમજ શોધવા ઉપરાંત સાઇબર ક્રાઇમને લગતા ગુન્હાઓ અટકાવવા તેમજ શોધવા મહત્વના સાબીત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો