તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાનાં 200 યુવાનો સાયપ્રસમાં ફસાયા : બન્યા કબુતરબાજીનો ભોગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં એજન્ટો દ્વારા વિદેશની ધરતી ઉપર કામ અપાવવાની લાલચમાં અનેક લોકો ફસાયા હોવાના કિસ્સાઓ બહાર આવે છે. ત્યારે પોરબંદર પંથકમાં 7 જેટલા એજન્ટોએ સાયપ્રસ દેશમાં કામ અપાવવાની લાલચ આપીને આંબલા-ઈમલી દેખાડીને અનેક લોકોને ફસાવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 1 વર્ષ પહેલા 2 દંપતિ સહિત 7 યુવાનો સાયપ્રસમાં એજન્ટો મારફત જઈ આવ્યા હતા અને લાખો રૂપીયા ચૂકવ્યા હતા. પરંતુ સાયપ્રસમાં જે કામ કહ્યું હતું તેનાથી વિપરીત કામ સોંપવામાં આવ્યું હતું અને પગાર પણ ચૂકવવામાં આવ્યો ન હતો, જેથી પોરબંદર રહેતા પરિવારજનોએ ટિકીટ કરાવીને આ લોકોને પરત બોલાવ્યા હતા જેથી આવા યુવાનો પોતે ફસાયા અને પોરબંદરના અન્ય લોકો ન ફસાય અને એજન્ટોને પકડી પાડવા માટે 1 વર્ષ પહેલા ફરિયાદ અરજી પણ કરી હતી. આમ છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા આજે ફરી દંપતિઓ અને યુવાનો એકઠા થયા હતા અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી અને 15 દિવસમાં ગુન્હો નોંધવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવા સુધીની ચિમકી પણ ઉચ્ચારી હતી અને જણાવ્યું હતું કે પોરબંદરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં એવા એજન્ટો છે જે સાયપ્રસ મોકલવા માટે અઢી લાખથી માંડીને 4 લાખ સુધીની રકમ માંગે છે અને હોટેલમાં નોકરી અપાવવાની અને 35 થી 40 હજાર પગારની આશા દેખાડે છે. આવા તો પોરબંદર પંથકના 200 થી વધુ લોકો સાયપ્રસમાં ફસાયા છે.

પરત ફરનાર યુવાનોની આપવિતી
હોટેલમાં કામ કરવાનું કહ્યું હતું અને ખાવા-પીવાની સગવડતા પણ આપવામાં આવશે તેમ એજન્ટે જણાવ્યું હતું. પરંતુ દોઢ માસ તો અમારા રહેવાના સ્થળે લાઈટ પણ ન હતી અને 1 માસ પીવાનું પાણી પણ ન હતું. જેથી અમારે ટાંકામાંથી ચોરી કરીને પાણી ભરવું પડતું હતું. અમને કામ પણ ન આપ્યું અને પૈસા પણ ન આપ્યા. અમારી પાસેથી એજન્ટે 4 લાખ લીધા હતા. મયુર રાણા ઓડેદરા

અમે બન્ને પતિ-પત્ની એજન્ટના જાંસામાં આવી ગયા હતા અને 7 લાખ ચૂકવ્યા હતા. ત્યાં હોટેલમાં નહીં પરંતુ કોલસાના કારખાનામાં અને ડુંગરમાં લાકડા કાપવા માટેનું કામ આપવામાં આવ્યું હતું. અમે દાગીના ગીરવે મૂકીને 7 લાખ રૂપીયા આપ્યા હતા અને હજુ પણ અમો વ્યાજ ભરીએ છીએ. માંડ-માંડ પોરબંદરથી અમારા પરિવારે 85,000 ની ટિકીટ કપાવીને અમને મોકલી હતી જેથી અમે દંપતિ પાછા ફર્યા. સંજય નથુભાઈ ખિસ્તરીયા

હું મારા પતિ ભેગી સાયપ્રસ ગઈ હતી અને એજન્ટે એવું કહ્યું હતું કે તમને હોટેલમાં કામ કરવાનું છે ત્યાં પહોંચ્યા પછી મજુરીકામ કરાવતા અને ત્યાં માત્ર હું એક જ મહિલા હતી. અમે ફસાઈ ગયા હતા. એજન્ટો કહે તે મુજબનું ત્યાં હોતું નથી. મહિલાઓ માટે જગ્યા સુરક્ષિત નથી. હું માંડ કરીને પોરબંદર મારા પતિ સાથે આવી. કીર્તિબેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો