જ્યુબેલી પુલ પર જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા

2680 નો મુદ્દામાલ કબ્જે : 2 નાસી છૂટ્યા

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:40 AM
Porbandar News - 2 people were arrested for playing gambling at the jubilee bridge 034003
પોરબંદરમાં જ્યુબેલી પુલ ઉપર જાહેરમાં જુગાર રમતા 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે 2 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરમાં જ્યુબેલી પુલ પર મંદિર પાસે ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા વિજય ઉર્ફે ભકો બાલુ લુદરીયા અને વસીમ મહમ્મદ કાબાવલીયાને તીનપત્તી હાર-જીતનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 2680 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સંજય જીતુ અને પ્રતાપ મનસુખ લુદરીયા નામના શખ્સો નાસી છૂટતા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar News - 2 people were arrested for playing gambling at the jubilee bridge 034003
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App