પોરબંદર જિલ્લામાં સર્વત્ર 2 ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જીલ્લામાં ગત વર્ષે ઓછો વરસાદ પડયો હતો. આ વખતે ચોમાસાની ઋતુ શરૂ થતા વરસાદ ખેચાયો હતો. મોડે મોડે઼ પણ મેઘરાજાએ પોરબંદર પંથક પર મહેર વરસાવી છે ત્યારે પોરબંદરમાં 36 ઇચ, રાણાવાવમાં 31 ઇચ અને કુતિયાણામાં 33 ઇચ વરસાદ પડયો છે. ગ્રામ્ય પંથકના નદીનાળા છલકાઇ ગયા છે અને કુવાઓ જે ખાલીખમ હતા તેમાં નવા નીર આવ્યા છે. ગઇકાલે રાત્રે પણ ધીમી ધારે વરસાદ ચાલુ હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

જિલ્લામાં સર્વત્ર 2 ઇચ જેટલો વરસાદ પડયો છે. ત્યારે માધવપુર નજીક આવેલા કડછ ગામે રાત્રીના 7.00 વાગ્યે વરસાદ અને વિજળીના કડાકા થયા હતા. કડછ ગામે રહેતા વિરમભાઇ રાજાભાઇ કડછા નામના વૃધ્ધ પોતાના ઢાળીયામાં ઢોરને દોતા હતા તે સમયે અચાનક વિજળી પડતા ભેંસનું સ્થળ પર જ મોત નીપજયુ હતુ ત્યારે અન્ય 3 ઢોરને ઇજાઓ પહોચી હતી. વિજળી પડતા આ વૃધ્ધને પણ ઇજાઓ પહોચી હતી અને બેભાન થઇ ગયા હતા. આ વૃધ્ધને સારવાર હેઠળ માધવપુર સામુહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલે લઇ જવાયા હતા. ગ્રામપંચાયતા દ્રારા પશુ ડોકટરને બોલાવવામાં આવ્યા હતા અને મૃત ભેંસનું પીએમ કરવામાં આવ્યુ હતુ. જીલ્લામાં કુલ 107 ટકાથી વધુ વરસાદ થયો છે ત્યારે ઘેડ પંથકમાં ઉપરવાસમાંથી પણ પાણી ફરી વળ્યુ છે. ઘેડ પંથકના ખેતરોમાં મગફળી વાવેલી છે. ત્યારે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડુતો ચિંતીત બન્યા છે. તસ્વીર : પરેશ નિમાવત

માધવપુર આસપાસના ઘેડ વિસ્તારમાં મગફળીનો પાક વાવ્યો હતો અને ઉપરવાસમાંથી પાણી આવતા આ પાકમાં પાણી ભરાયા છે. નવરાત્રી બાદ ચણાનું વાવેતર કરવાનુ હોય છે. પરંતુ હવે જો વધુ વરસાદ આવશે તો ચણાનું વાવેતર કેમ થશે, હજુ વરસાદ આવશે તો લીલો દુકાળ ચાલુ થશે. અને ખેડુતોને નુકશાન થશે. પોપટભાઇ સગારકા, ઘોડાદર સરપંચ

શું કહે છે ખેડૂત ?
ઘેડ વિસ્તારમાં હજારો વિધા ખેતરોમાં પાણી ભરાયા છે પાણી બે માસ ભર્યા રહેશે. હજુ વરસાદ થાય તો 3 માસ સુધી પાણી ખેતરોમાં રહેશે, મગફળીનો પાક કેવી રીતે લણવો અને ચણાનો પાક કેવી રીતે વાવવો તેની ચિંતા છે. અરજણભાઇ જાડેજા, ખેડુત

અન્ય સમાચારો પણ છે...