તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 બુટલેગરને પાસા હેઠળ વડોદરા તથા સુરત જેલમાં ધકેલી દેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલની સુચના મુજબ જિલ્લામાં માથાભારે શખ્સો તેમજ દારૂના વેચાણ સાથે સંકળાયેલ શખ્સો વિરૂદ્ધ પાસાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને પોરબંદર જિલ્લામાં મોટા પ્રમાણમાં દેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરનાર ઝુંડાળા, પોરાઈ માતાજીના મંદિર પાસે રહેતો મિલન ઉર્ફે મઘો ધનજી સોલંકી અને આ જ વિસ્તારમાં રહેતો દીપુ મનસુખ રાઠોડ નામના બન્ને શખ્સો વિરૂદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.કે. ઝાલા તથા સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા બન્ને શખ્સોની અટકાયત કરી મિલન ઉર્ફે મઘાને વડોદરા જેલ ખાતે તેમજ દીપુને સુરત જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરતા એલ.સી.બી. પી.એસ.આઈ. એચ.એન. ચુડાસમા તથા સ્ટાફ દ્વારા બન્ને શખ્સોની અટકાયત કરી, પાસા વોરંટની બજવણી કરી બન્ને શખ્સોને વડોદરા તથા સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...