Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મચ્છીનાં વેપારીની હત્યા કરનારા 2 આરોપી ઝડપાયા
પોરબંદરના રામ ગેસ્ટ હાઉસ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ દામાભાઈ હોદાર નામના મચ્છી ના વૃધ્ધ વેપારી ગત ગુરુવારે રાત્રે લકડિબંદર પાસે મચ્છી ના દંગા પાસેથી વોકીંગ માટે નીકળ્યા હતા તે દરમ્યાન કિશોર ભીખુ જુંગી અને સુરેશ ઉર્ફે સૂર્યો ગોલાટા બાદરશાહી બંને શખ્સો એ છરી વડે કાનજીભાઈ પર હુમલો કરી, ગંભીર ઈજા પહોંચાડી હતી, અને હત્યા નિપજાવી, નાસી છૂટયા હતા, આ હત્યાના બનાવમાં કાનજીભાઈ ની પત્ની રતનબેન એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સુરેશને 15 લાખ આપ્યા છે અને દસ્તાવેજ માટે બોલાવ્યા હતા તેવું જણાવ્યું હતું, પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, આજે પોલીસે બંને આરોપી કિશોર ભીખુ અને સુરેશ ને ઝડપી લીધા હતા, અને પૂછપરછ કરતા અા બંને શખ્સો સાડા બનેવી હોય, તેમજ કિશોર અને કાનજીભાઈ જૂના મિત્રો હતા, કાનજીભાઈ ના પુત્રના લગ્ન થોડા માસ પહેલાં થયા હતા, ત્યારે કાનજીભાઈ એ લગ્ન ના જમણવાર નો ઓર્ડર કેટરસ ને આપ્યો હતો, જેમાં કિશોર વચ્ચે હતો, અને કેટરિંગ બિલ 2,90,000 રૂ. આવ્યું હતું, જેથી આટલું બિલ નહોય તેમ કહી કાનજી એ 2 લાખ રૂપિયા જ ચૂકવ્યા હતા, અને બાદમાં આ મામલો પંચાયત મઢી સુધી પહોંચતા કાનજીભાઈ એ વધુ 50 હજાર રૂપિયા કેટરિંગ ને ચૂકવ્યા હતા, આથી કાનજી ભાઈએ કિશોરને એવું કહ્યું હતું કે હું તારી દીકરીના લગ્ન નહી થવા દઉં, આથી આ હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી હતી, કીર્તિમંદિર ના પી.આઇ. એમ. ડી. ચૌધરી એ વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા.