તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યભરમાંથી 165 પ્રજ્ઞાચક્ષુઓએ 15 નાટકો રજૂ કરી સામાજીક સંદેશો પાઠવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજ્યકક્ષાની એકાંકી સ્પર્ધા યોજાતા રાજ્યભરમાંથી 165 પ્રજ્ઞાચક્ષુઓએ ભાગ લઈ 15 નાટકો પ્રસ્તુત કર્યા હતા. પોરબંદર શહેરમાં રાષ્ટ્રીય અંધજન મંડળ તથા એન.એ.બી. ગુજરાત રાજ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે બિરલા હોલ ખાતે પ્રજ્ઞાચક્ષુઓની અખિલ ગુજરાત એકાંકી નાટ્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિ અને સામાજીક સંદેશા આપતા 15 નાટકો પ્રસ્તુત કરાયા હતા. 2 દિવસ સુધી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 165 જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલ સ્પર્ધકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાર્થના પ્રજ્ઞાચક્ષુ ધીરજલાલ ભુવા અને દિવ્યેશ શાહે રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન અંધજન મંડળના રમેશચંદ્ર ટુકડીયાએ કર્યું હતું. આ પ્રસંગે 108 વસંતકુમાર મહોદય, નાયબ કલેક્ટર મહેશ જોષી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુઓને આશિર્વચન પાઠવ્યા હતા. આ તકે પાલિકા પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મદિપાનંદજી, પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળના કમલેશભાઈ ખોખરી, પ્રાન્ત અધિકારી બાંટી વગેરેએ હાજરી આપી પ્રજ્ઞાચક્ષુઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...