RBI ના નકલી અધિકારી બની યુવાન સાથે 1.5 કરોડની છેતરપીંડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદોરના યુવાન સાથે RBI ના નકલી અધિકારીઓ બની 20 જેટલી વિમાપોલીસીઓ, બેંકમાં નોકરી તથા મોબાઇલ ટાવર ઉભો કરી દેવાની લાલચ આપી, રીર્ઝવ બેંકના નકલી લેટરપેડ પર ખોટું લખાણ કરી હૈદરાબાદ અને મુંબઇના મહિલા સહિત 8 શખ્સોએ રૂપિયા 1.5 કરોડની છેતરપીંડી કર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

પોરબંદરના એમજી રોડ પર જુની પોસ્ટ ઓફિસ સામે ગોવિંદ નિકેતન હવેલીમાં રહેતા અને હાલ માધવાણી કોલેજ સામે રહેતા દર્શનભાઇ પ્રકાશભાઇ શાસ્ત્રી નામના યુવાનને વર્ષ 2015 થી તેમના પરીવારજનો સાથે છેતરપીંડી થઇ હતી, જેમાં તેના પિતા પ્રકાશભાઇ હરીકૃષ્ણભાઇ શાસ્ત્રી અને ફઇ અરૂણાબેને દુરના બનેવી જે વિમા એજન્ટ હતા તેના કહેવાથી પ્રકાશભાઇ અને ગૌરવે વર્ષ 2012 માં 5 વર્ષના વિમા પ્રિમીયમની 100 વર્ષના જીવન વિમા કવચની 2 અલગ અલગ પોલીસી ઉતરાવી હતી, જેની રકમ 3 વર્ષ સુધી ભર્યા બાદ 2 વર્ષ સુધી પ્રિમીયમ ભરી શક્યા ન હતા અને આ પોલીસી લેફ્ટ મોડમાં જતી રહી હતી.

વર્ષ 2015 માં પ્રિયા ભાટીયા નામની યુવતિએ પ્રકાશભાઇને ફોન કરીને જણાવ્યુ હતુ કે તમારી પોલીસી લેફ્ટ મોડમાં છે, જેને મર્જ કરીને એક પોલીસી બનાવી લો તો ચાલુ થશે, તેમ કહી તેણીના સાથીદારો રાજીવ મલ્હોત્રા, મોહિત સકસેના, પ્રેમચંદ નાગા સાથે ફોન પર વાત કરાવી હતી અને વિશ્વાસમાં લઇને ગૌરવ, પ્રશાંતાબેન તથા અરૂણાબેનની અલગ અલગ કંપનીઓની કુલ 20 વિમા પોલીસી રૂ.12.49 લાખની ઉતરાવી હતી. અને પોલીસીઓના એક જ વખત પ્રિમીયમ ભરવાનું કહી જેનું ફંડ ગોલ્ડ, ડાયમન્ડ, પ્લેટીનમમાં ફેરવીને જે તે ખાતામાં જમા કરાવી આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો. અને મુંબઇ તેમજ હૈદરાબાદના સોહરાબ ખાન અને આર.એલ.દાસ પોતે RBI ના અધિકારીઓ છે તથા પ્રેમચંદ નાગા, અવિનાશ કપુર, પ્રિયા, અશોક દિક્ષીત, રાકેશ રંજન અને સુરેન્દ્રકુમાર નેગીએ વિશ્વાસમાં લઇને આ ફંડની રકમ જમા કરી ન હતી. આ ઉપરાંત દર્શન શાસ્ત્રીના ટોલનાકા નજીક આવેલ પ્લોટમાં મોબાઇલ કંપનીના ટાવર ઉભા કરવા માટેના ટેક્ષ, જીએસટી, પ્રોસેસીંગ ચાર્જ તથા દર્શનને RBI માં નોકરી અપાવી દેવાની લાલચ આપી, અલગ અલગ સમયે એસએમએસ દ્રારા અલગ અલગ બેંક એકાઉન્ટના નંબરો આપીને તેમાં કુલ રૂપિયા 1,49,11,883 ની રકમ જમા કરાવી હતી તેમજ વિમા ફંડની રકમ રીલીઝ કરવા માટે રીઝર્વ બેંકના લેટરપેડ પર ખોટું લખાણ અને ખોટી સહીઓ કરીને ઇ-મેઇમ દ્વારા બતાવી, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે એક મહિલા સહિત 8 વિરૂધ્ધ ગુન્હો દાખલ કરીને આગળની વધુ તપાસ કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.

મહિલા સહિત 8 સામે વિશ્વાસઘાત સાથે છેતરપીંડીની ફરિયાદ
અન્ય સમાચારો પણ છે...