તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં સંધ્યા ગુરુકુલમ્ સંસ્કૃતિ ટ્રસ્ટનો 12 મો વાર્ષિકોત્સવ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ઝુંડાળા વિસ્તાર નજીક પોરાઈ માતાજીના મંદિર પાસે છેલ્લા 12 વર્ષથી કાર્યરત સંસ્થામાં આર્થિક તથા સામાજીક જરૂરીયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ તથા શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે સંધ્યા ગુરુકુલમ્ ના 12માં વાર્ષિકોત્સવનું તા. 13 જાન્યુઆરીનાં તાજાવાલા સ્કૂલ હોલ ખાતે સાંજે 4 કલાકે યોજાનાર છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે. સંધ્યા ગુરુકુલમ્ સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કોમોડોર એમ. ગોવર્ધનરાજુ તથા નરોત્તમ પલાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સ્વામિની નિગમાનંદા સરસ્વતી તથા નિત્યકલ્યાણનંદા સરસ્વતીજીએ નિમંત્રીતોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...