117 સગર્ભા માતાઓને સારવાર અાપી ખજુર, સરગવાના રોપાનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના ગરેજ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પોરબંદર 108 તથા ખીલખીલાટ ટીમ દ્રારા સગર્ભા માતાઓ માટે નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં 117 સગર્ભા માતાઓને સારવાર આપવામાં આવી હતી. ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લાની આરોગ્ય શાખા તથા પોરબંદર 108 અને ખીલખીલાટ ટીમના સંયુકત ઉપક્રમે યોજાયેલા પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષિત અભિયાન અંતર્ગત કેમ્પમાં ડો. નસરૂમ દ્વારા આસપાસના વિસ્તારોની સગર્ભા માતાઓનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી તેમજ ગરેજના ડો.નિખીલ બામણીયા અને 108 ના જયેશ કારેણા, મીલન જાની તેમજ જીલ્લાની ખીલખીલાટ ટીમ દ્વારા સગર્ભા માતાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને સગર્ભા માતાઓને ખજુર અને સરગવાના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. 108 ની ટીમ તથા ખીલખીલાટની ટીમ દ્રારા સગર્ભા માતાઓને ઘરેથી તેડવા અને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પનો આસપાસના ગામોની 117 સગર્ભા માતાઓએ લાભ લીધો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી સહિત જીલ્લા આરોગ્ય શાખાનો સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...