તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

111 વર્ષીય વૃદ્ધાને મત આપવા માટે વેઠવી પડે છે અગવડતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નજીકના ફટાણા જાલેશ્વર વિસ્તારમાં રહેતા 111 વર્ષીય વૃદ્ધા જમનાબેન કરશનભાઈ કાપડીને દરેક ચૂંટણીમાં મતદાન કરવા શીંગડા ગામે જવું પડે છે. ચૂંટણીતંત્ર દ્વારા આ 111 વર્ષીય વૃદ્ધાને માટે આવવા-જવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી આ વૃદ્ધા મતદાન કરવા માટે પોતાના સ્વખર્ચે રીક્ષાભાડું ચૂકવીને 5 કિલોમીટર દૂર શીંગડા ગામે મતદાન કરવા જાય છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ આ વૃદ્ધા મતદાન કરવા જશે. 111 વર્ષીય વૃદ્ધા હાલ પોતાના ઘરનું દરેક કામ પોતાની જાતે કરે છે. આ વૃદ્ધાને આ વખતે તંત્ર દ્વારા મતદાન કરવા માટે શીંગડા સુધી જવા-આવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી આ વૃદ્ધાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...