તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી ક્રુ મેમ્બર દાઝી જતાં 108 દ્વારા મધદરીયે સારવાર અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના સમુદ્રમાં ફીલીપીન્સનો વિદેશી યુવાન ગરમ પાઈપલાઈનને અડી જતા અકસ્માતે દાઝી ગયો હતો. આ યુવાનને બોટ એમ્બ્યુલન્સથી સારવાર અપાઈ હતી.

પોરબંદરના અરબી સમુદ્રમાં 6 નોટીકલ માઈલ દૂરથી 108 બોટ એમ્બ્યુલન્સને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી કે સમુદ્રમાં અકસ્માતે વિદેશી યુવાનને ઈજા પહોંચી છે. ફીલીપીન્સના 35 વર્ષીય યુવાન ગોન્ઝાલ્સ જે. મેલબાનનને ગ્લોરી સ્કાય શીપ-પનામા શીપમાં ગરમ પાઈપલાઈનને અડી જતા અકસ્માતે ઈજા પહોંચી હોવાની બોટ એમ્બ્યુલન્સને જાણ થતા તાત્કાલીક એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. યક્ષય ચુડાસમા, વિનયભાઈ, અનિલભાઈ કોટીયા વગેરે દોડી ગયા હતા અને આ વિદેશી યુવાનને સારવાર આપવામાં આવી હતી. મધદરિયે સારવાર અપાયા બાદ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...