અમર ગામે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પનો 1000 દર્દીઓએ લાભ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર | અમર ગામે શ્રી શાંતિ સાધના આશ્રમ તથા સમસ્ત ગામ આયોજિત સંત ગેબાનંદજી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જેમાં સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં એક હજાર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં 25 દર્દીઓને મોતિયાના ઓપરેશન પણ કરી આપવામાં આવ્યા હતા. કેમ્પમાં પોરબંદર અને રાજકોટના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. રક્તદાન કેમ્પમાં 50 જેટલી લોહીની બોટલ એકત્રીત કરાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...