મેક ઇન ઇન્ડીયા અંતર્ગત બનેલા 10 થી 20 આધુનીક એરક્રાફટ અરબી સમુદ્ર પર તૈનાત કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના સૌથી લાંબા 1600 કીમી સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાત રાજયની દરિયાઇ પટ્ટીની ખાસ સુરક્ષા માટે ભારતીય નેવી દ્રારા આજે પોરબંદરથી ગુજરાતની પ્રથમ એરસ્કવોડ્રન કાર્યરત કરવામાં આવશે. આ એરસ્કવોર્ડનના 10 થી 20 આધુનીક એરક્રાફટ અરબી સમુદ્ર પર તૈનાત કરવામાં આવશે.

ભારતીય સમુદ્રની સુરક્ષાની જવાબદારી જેના શીરે છે તેવી ભારતીય નેવી આધુનીકતા સાથે કદમથી કદમ મીલાવી રહી છે. અને આ આધુનીકતાના ભાગ સ્વરૂપે પોરબંદર ખાતે આવેલા તેના એરફીલ પરથી આજે ગુજરાતની પ્રથમ એરસ્કવોડ્રન કાર્યરત કરવામાં આવશે. હાલ દેશની નેવી આ પ્રકારની 22 એરસ્કવોર્ડન ધરાવે છે. અને આજે વધુ એક એરસ્કવોડ્રનના લોન્ચીંગ બાદ નેવી પાસે આ પ્રકારની એરસ્કવોડ્રનની સંખ્યા 23 થઇ જશે. આજે ઇનોગ્રેશન કરાયેલ આ એરસ્કવોર્ડનમાં મેક ઇન ઇન્ડીયા અંતર્ગત બનેલા 10 થી 20 આધુનીક એરક્રાફટ સામેલ કરવાની શકયતાઓ છે. જે અરબી સમુદ્રમાં મેરીટાઇમ રેકી કરી ગુજરાતના સમુદ્ર કિનારાની સુરક્ષામાં વધારો કરશે.

ડોનીયર પ્રકારના એરક્રાફટ સામેલ કરાશે
નેવીની આ 23 મી એરસ્કવોડ્રનમાં પ્રથમ વખત સ્વદેશી જહાજ સામેલ કરવામાં આવશે. જે ડોનીયર એરક્રાફટ પ્રકારના હશે. તમામ એરક્રાફટમાં ગ્લાસ કોકપીટ હશે તેમજ તેજ રડાર ક્ષમતા ધરાવતા આ એરક્રાફટ ઇલેકટ્રોનીકસ વોરફેર સીસ્ટમથી સુસજજ હશે.

નેવલ બેઈઝ ખાતે UAV સ્કવોર્ડન પણ કાર્યરત છે / પોરબંદરમાં કાર્યરત કરાયેલા સરદાર વલ્લભભાઇ પટેલ નેવલ બેઈઝ ખાતેથી અગાઉ UAV સ્કવોર્ડન કે જેને આપણે ડ્રોન સ્કવોર્ડનના નામથી પણ ઓળખીએ છીએ, તેવી અનમેન્ડ એરીયલ વ્હીકલ સ્કવોર્ડન પણ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...