પોરબંદર તાલુકાના મિંયાણી ગામે અઠવાડીયામાં 10 પશુઓનાં મોત

અખાદ્ય પદાર્થોથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:37 AM
Porbandar News - 10 cattle died in the midiani village of porbandar taluka 033707
પોરબંદર તાલુકાના મીંયાણી ગામે છેલ્લા 6 મહિનાથી અવારનવાર પશુઓના મોત નિપજતા હોવાના બનાવો બની રહ્યા છે. 6 મહિનાની વાત કરીએ તો અંદાજે 50 થી વધુ પશુઓના મોત નિપજ્યા છે. ગાય, ખૂટીયા, કૂતરા સહિતના પશુઓ મોતને ભેટ્યા છે. પશુઓના મોત નિપજતા હોવાથી પશુપ્રેમીઓમાં પણ ભારે રોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા 1 અઠવાડીયામાં 10 પશુઓના મોત નિપજતા ગ્રામજનો પણ પશુઓના મોત અંગેનું સચોટ કારણ જાણવા અંગે આતુર બન્યા છે. હાલ અખાદ્ય પદાર્થના કારણે પશુઓના મોત થઈ રહ્યા હોવાની પણ ચર્ચા જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાયનું મોત થતા ગાયના મૃતદેહને લેબોરેટરી ખાતે ગ્રામજનોએ ખસેડ્યો છે. લેબોરેટરી થયા બાદ જ ક્યા કારણોસર પશુઓના મોત થઈ રહ્યા છે ω તેનું સાચું કારણ સામે આવી શકશે. તસ્વીર - રામ મોઢવાડીયા

X
Porbandar News - 10 cattle died in the midiani village of porbandar taluka 033707
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App