તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NSUI કાર્યકરોની કાળી પટ્ટી ધારણ કરી પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપર ફૂલવર્ષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: પોરબંદરમાં શિક્ષણવિભાગ દ્વારા આર.ટી.ઈ. પ્રવેશ હેઠળનો બીજો રાઉન્ડ આજ દિવસ સુધી બહાર પાડવામાં આવ્યો નથી. બીજો રાઉન્ડ બહાર ન પાડતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કે જેઓ આર.ટી.ઈ. હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે તેઓના ભણતરના દિવસો વેડફાઈ રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણાં દિવસોથી નવું સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં આજ દિવસ સુધી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો નથી.

 

શિક્ષણ વિભાગે શાળા શરૂ થાય તે પહેલા જ બીજો રાઉન્ડ બહાર પાડવાની તજવીજ હાથ ધરી હતી છતાં પણ આજ દિવસ સુધી બીજો રાઉન્ડ બહાર ન પડાતા અમુક ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નાછૂટકે અન્ય શાળાઓમાં પણ પ્રવેશ મેળવવાની ફરજ પડી રહી છે. આ બાબતે ગુજરાત એન.એસ.યુ.આઈ. ના ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા અને જિલ્લા એન.એસ.યુ.આઈ. ના કિશન રાઠોડ સહિતના કાર્યકરો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચી જઈ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. એન.એસ.યુ.આઈ. ના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી, જિલ્લા શિક્ષણાધિકારી ઉપર ફૂલવર્ષા કરી દુ:ખણા લઈ ગાંધીગીરી  વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...