મેંદરડા પંથકનાં જીંજુડામાં મંદિરની જાળી ખોલવામાં વીજ કરંટ લાગતાં યુવાનનું મોત

ચાલુ વીજ વાયર તૂટી જવાથી જાળીને અડી જતાં શોર્ટસર્કિટની ઘટના બની

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 15, 2018, 12:54 AM
The death of a young man in power cuts by opening the door
મેંદરડા: મેંદરડાનાં જીંજુડા ગામે મંદિરની જાળી ખોલવામાં વીજ કરંટ લાગતાં યુવાનનું મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ જીંજુડા ગામે બજરંગપરામાં રહેતા રાજેશભાઇ લાલજીભાઇ દેગામા (ઉ.વ.40) નિત્યક્રમ મુજબ શનિવારે સવારે ભૈરવદાદાનાં મંદિરે દર્શન કરવા ગયેલ અને મંદિરની જાળી ખોલવામાં વીજ કરંટ લાગતા તેમનું મોત નિપજયું હતું. વરસાદનાં કારણે ચાલુ વીજ વાયરો છુટા પડીને જાળીને અડી જતાં આ શોર્ટસર્કિટની ઘટના બની હતી. આસપાસનાં લોકોએ દોડી આવી આ કરૂણ બનાવની પરિવારને જાણ કરી હતી. મૃતક રાજેશભાઇ મેંદરડામાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને કામ પર જતા પહેલા મંદિરે દર્શન કરવાનો તેમનો નિત્યક્રમ હતો. મોભીના મોતથી પરિવાર આઘાતમાં હતપ્રભ બન્યો હતો. ગામમાં પણ શોકનું મોજુ પ્રસરી ગયું હતું.

X
The death of a young man in power cuts by opening the door
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App