ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Porbandar» ગુજરાતના આ સ્થળ પર 6000 વર્ષથી બિરાજે છે સોમનાથ મહાદેવ | Somnath Mahadev is situated on this place of Gujarat for 6000 years

  ગુજરાતના આ સ્થળ પર 6000 વર્ષથી બિરાજે છે સોમનાથ મહાદેવ

  Bhaskar News, Porbandar | Last Modified - Jun 11, 2018, 10:16 PM IST

  ગૌશાળામાં 25 ગાયો તથા સાધુ-સંતોને ભોજન કરાવવાનું અવિરત કાર્ય
  • ગુજરાતના આ સ્થળ પર 6000 વર્ષથી બિરાજે છે સોમનાથ મહાદેવ
   ગુજરાતના આ સ્થળ પર 6000 વર્ષથી બિરાજે છે સોમનાથ મહાદેવ

   પોરબંદર: પોરબંદર શહેરમાં 6,000 વર્ષ જુના પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિરે આજે પણ અનેક સેવાકીય કાર્યો ધમધમી રહ્યા છે. પોરબંદરના અસ્માવતી ઘાટ વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે. આ મંદિરે 6,000 વર્ષ પછી પણ આજે અનેક સેવાકીય કાર્યો ધમધમી રહ્યા છે. મંદિરના મહંત કૃષ્ણમોરારીદાસ બાપુના જણાવ્યા મુજબ વર્ષો જુનું અને અતિ પૌરાણિક મંદિર છે. અહીં સોમનાથ મહાદેવ તથા ભગવાન રામજી બિરાજમાન છે તેમજ ભગવાન શિવજીના પુત્ર ગણેશજીની પણ દુર્લભ મૂર્તિ છે.

   ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજી એક જમાનામાં અસ્માવતિ ઘાટે સ્નાન કરી આ મંદિરે પૂજા-અર્ચના કરતા હતા. આ મંદિરમાં હજ્જારો વર્ષો પહેલા લોકો માટે આસ્થાનું કેન્દ્ર હતું. જ્યારે પોરબંદરમાં એકપણ મંદિર ન હતું એ સમયમાં સોમનાથ મહાદેવના મંદિરે લોકોની ભીડ જોવા મળતી હતી અને અહીં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થતી હતી.

   વર્ષો પછી આજે પણ અસ્માવતી ઘાટ નજીક આવેલ સોમનાથ મહાદેવના મંદિરના પરિસરમાં 25 જેટલી ગાયોની અવિરત રીતે સેવા કરવામાં આવી છે. સાથોસાથ ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીની પુણ્યભૂમિમાં આવતો વિવિધ પ્રાંતના સાધુ-સંતોને ભોજન અને આશરાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત અહીં આવતા સાધુ-સંતોને ભેટસ્વરૂપે પણ દક્ષિણા સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે.

   ગરૂડ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ
   અસ્માવતી ઘાટ નજીક આવેલ મંદિરનો ઉલ્લેખ ગરૂડ પુરાણમાં પણ હોવાનો મંદિરના મહંતે જણાવ્યું હતું. કોઈપણ પિતૃ તર્પણનું કાર્ય અસ્માવતી ઘાટમાં કરવામાં આવે તો તે આત્માને મોક્ષ મળે છે. પુરૂષોત્તમ માસમાં અનેક મહિલાઓ અસ્માવતિ ઘાટમાં સ્નાન કરે છે.

   લાકડા નાખો એટલે આપોઆપ પ્રગટે ધૂણો

   સોમનાથ મહાદેવના મંદિર ખાતે એક જાગૃત ધૂણો આવેલો છે. મંદિરના મહંતના જણાવ્યા મુજબ આ ધૂણામાં લાકડા નાખો એટલે આપોઆપ અગ્નિ પ્રગટ થાય છે. આ ધૂણાને પ્રગટાવવા માટે બાકસ-દિવાસળીની જરૂર પણ પડતી નથી. ઉપરાંત આ ધૂણાની ભભૂતિનું તિલક બિમાર વ્યક્તિઓને કરવામાં આવે તો તેઓના દુ:ખો પણ દૂર થઈ શકતા હોવાની માન્યતા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગુજરાતના આ સ્થળ પર 6000 વર્ષથી બિરાજે છે સોમનાથ મહાદેવ | Somnath Mahadev is situated on this place of Gujarat for 6000 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `