Home » Saurashtra » Latest News » Porbandar » Rocky students call for bus but not stopped by college despite 3 kms from Dog

કુતિયાણાથી 3 કિ.મી. દૂર કોલેજ છતાં સ્ટોપ ન અપાતાં બસને રોકી છાત્રોએ રામધૂન બોલાવી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

છાત્રો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવા ડેપો મેનેજરને રજૂઆત

  • Rocky students call for bus but not stopped by college despite 3 kms from Dog

    કુતિયાણા: કુતિયાણા નજીક કોલેજ ખાતે બસસ્ટોપની સુવિધા હોવા છતાં બસને સ્ટોપ ન અપાતા વિદ્યાર્થીઓને 3 કિલોમીટર પગપાળા ચાલીને અવરજવર કરવાની સમસ્યા અંગે બસસ્ટેશનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકારી બાબુઓ પણ વિદ્યાર્થીની વેદનાને વાચા આપવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાથી રોષે ભરાયેલ છાત્રોએ રામધૂન બોલાવી બસને સ્ટોપ આપવા અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

    કુતિયાણા શહેરથી 3 કિલોમીટર દૂર આવેલ એસ.એમ. જાડેજા કોલેજ ખાતે બસને સ્ટોપ ન આપવામાં આવતો હોવાથી 200 થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફરજીયાતપણે કોલેજ થી શહેર સુધી પગપાળા ચાલીને અવરજવર કરવી પડી રહી છે. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ કુતિયાણા એસ.ટી. બસ ડેપોના અધિકારીઓને એસ.એમ. જાડેજા કોલેજ ખાતે બસને સ્ટોપ આપવામાં આવે તેવી અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કુતિયાણા એસ.ટી. વિભાગના અધિકારીઓ વિદ્યાર્થીઓની મશ્કરી ઉડાવતા હોય તેમ જેટલી વખત બસને સ્ટોપ આપવા બાબતે રજૂઆત કરવા જાય ત્યારે વારંવાર ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કરતા હતા.

    શહેરથી કોલેજ સુધી 3 કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને વિદ્યાર્થીઓને કાપવું પડતું હોય અને વિદ્યાર્થીઓને સરકારની છત્તી સુવિધાએ પણ સગવડથી વંચીત રહેવું પડતું હોય ત્યારે સરકારી બાબુઓ વિદ્યાર્થીઓને મદદરૂપ બનવાને બદલે તેઓની હાંસી ઉડાવતા હોવાને કારણે વિદ્યાર્થીની બહેનો પણ ત્રાહીમામ પોકારી ઉઠી હતી. અંતે સરકારી બાબુઓને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે વિદ્યાર્થીની બહેનોને બસસ્ટેશનમાં જ રામધૂન બોલાવવાની ફરજ પડી હતી.

    બહેનોએ રામધૂન બોલાવી સરકારી બાબુઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. રોષે ભરાયેલ બહેનોએ એવું પણ જણાવ્યું હતું કે અમારી સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે સરકારી અધિકારીઓ અમારા પ્રશ્નને વાચા આપવી તો દૂર રહી પરંતુ અમારી જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે તે અંગે અનેકવખત ડેપોમેનેજરને રજૂઆત કરી હોવા છતાં આજ દિવસ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આમ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવા અને એસ.એમ. જાડેજા કોલેજ ખાતે એસ.ટી. બસને સ્ટોપ આપવા માંગ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ