પોરબંદર પોલીસે રાત્રીનાં ડ્રાઇવ યોજી 40 વાહનો ડિટેઇન કર્યા

પોલીસની કામગીરીથી વાહનચાલકોમાં ફફડાટ, દંડ વસૂલાયો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 12:28 AM
Porbandar police identified 40 vehicles in the night drive

પોરબંદર: પોરબંદરમાં એસ.પી. શોભા ભૂતડાએ તમામ પોરબંદર પોલીસને રાત્રી ડ્રાઈવરનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ શહેરમાં એ ડીવીઝન, બી ડીવીઝન, ઉદ્યોગનગર પોલીસ, હાર્બર મરીન પોલીસ, એલ.સી.બી., ટ્રાફિક પોલીસ સહિતનો પોલીસ સ્ટાફ પોરબંદર શહેરમાં પોતાના વિસ્તારોમાં અલગ-અલગ પોઈન્ટસ પર ઉભા રહી પેટ્રોલીંગ કરી વાહનચેકીંગ કામગીરી હાથ ધરી હતી અને ધૂમ સ્ટાઈલથી ચલાવતા વાહનચાલકોને દંડ ફટકારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

ગત શનિવારે રાત્રીએ 9 થી 12 વાહનચેકીંગ હાથ ધરવામાં આવતા ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારા ચાલકો, લાયસન્સ ન હોય તેમજ વાહનોના કાગળો ન હોય તેવા વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો અને વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેમાં શનિવારે રાત્રે ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા 19 જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા અને 12,580 રૂપીયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા એ ડીવીઝન વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું હતું અને 7 જેટલા વાહનો ડીટેઈન કરી 7900 રૂપીયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ દ્વારા 2 વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે 2,300 રૂપીયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. હાર્બર મરીન પોલીસ સ્ટાફ દ્વારા તેમના વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન 2200 રૂપીયાનો દંડ ફટકારીને વસૂલવામાં આવ્યો હતો જ્યારે બી ડીવીઝનનાં પોલીસ સ્ટાફ દ્વારા તેમના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરીને 8 જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

X
Porbandar police identified 40 vehicles in the night drive
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App