તપાસ / પોરબંદરમાં 'મારો પીછો શા માટે કરે છે' તેમ કહેતા યુવતીને વાળ પકડી શખ્સે માર માર્યો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • યુવતી બેભાન થતાં લોકોએ હોસ્પિટલ ખસેડી
  • પોલીસનો દીકરો છું કહી શખ્સ નાસી છૂટ્યો 

Divyabhaskar.com

Feb 12, 2019, 12:31 PM IST
પોરબંદર:પરિવાર સાથે નાસ્તો કરવા બાઈકમાં જતી યુવતીનો એક બાઈકચાલક યુવકે પીછો કર્યો હતો અને 'પીછો શા માટે કરે છે' તેમ પૂછતાં યુવતી અને બાઈકચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ યુવકે યુવતીને જાહેરમાં ઢોર માર માર્યો હતો અને પોલીસનો દિકરો છું તેમ કહી બાઈક પર નાસી છૂટ્યો હતો. 

રોડ મારા બાપનો છે તેમ કહી યુવકે ગાળો આપી

ઘટનાની વિગત અનુસાર કડીયા પ્લોટમાં પોલીસ ચોકી સામે રહેતી અંજુબેન કિશોર મસાણી નામની યુવતી રાત્રે 9:45 ના અરસામાં તેની માતા વનિતાબેન અને નાની બહેન જાહન્વી બાઈક પર રૂપાળીબા બાગ તરફ નાસ્તો કરવા જતા હતા. ત્યારે એક શખ્સ પોતાનું બાઈક GJ 25 S 2153 ચલાવીને યુવતીની બાઈકનો પીછો કરતો હતો. આથી યુવતીએ જુના ફૂવારા લેડી હોસ્પિટલ રોડ પાસે પોતાનું સ્કૂટર અટકાવીને શખ્સને પૂછ્યું કે શા માટે મારો પીછો કરે છે. ત્યારે
શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને 'રોડ મારા બાપનો છે' તેમ કહી ગાળો કાઢી હતી.  
2. યુવકે યુવતીના વાળ પકડીને ઢોરમાર માર્યો
યુવતીએ ગાળો કાઢવાની ના પાડતા શખ્સે યુવતીના વાળ પકડીને ઢોર માર મારી પછાડી દીધી હતી. આથી યુવતી બેભાન બની ગઈ હતી. આ ઘટના ઘટતા લોકોના ટોળા એકત્રીત થયા હતા અને એક યુવાને આ શખ્સને પકડી રાખ્યો હતો ત્યારે આ શખ્સ જાહેરમાં એવું કહેતો હતો કે 'હું પોલીસનો દીકરો છું, મારા પિતાને ફોન કરીને બોલાવું. હું પાંઉભાજી લેવા જાંઉ છું' તેમ કહીને પોતાનું બાઈક લઈને નાસી ગયો હતો. અન્ય લોકોએ યુવતીને બેભાન હાલતમાં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવને પગલે ખારવા સમાજના અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને યુવતી પર જાહેરમાં હુમ લો કરનાર શખ્સ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસ તાત્કાલીક આ શખ્સની અટક કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધાયો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી