પાકિસ્તાનનો સમુદ્રી આતંક જારી : પોરબંદરની 2, ઓખાની 1 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ

માછીમારોને હાલ પાકિસ્તાનની કરાંચી જેલમાં લઇ જવામાં આવ્યા

DivyaBhaskar.com | Updated - Sep 13, 2018, 12:50 AM
Pakistan continues terror porbandar kidnapped 18 fishermen along with 2 and okhas 1 boat

પોરબંદર: પોરબંદરની 2 બોટ અને ઓખાની 1 બોટનું 18 માચ્છીમારો સાથે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ અપહરણ કર્યું છે. 15 ઓગષ્ટથી માચ્છીમારીની સીઝન શરૂ થઈ છે. માચ્છીમારીની સીઝનનો પ્રારંભ થતા જ પોરબંદર સહિત દરિયાઈ પટ્ટીના માચ્છીમારોએ માચ્છીમારી માટે સમુદ્રમાં પ્રયાણ કર્યું છે. તમામ બોટ માચ્છીમારી માટે સમુદ્રમાં પ્રવેશ કરી ચૂકી હોય અને સીઝનના પ્રારંભમાં જ પુષ્કળ પ્રમાણમાં માછલીઓની આવક થતી હોય છે. આ સમયે જ પાકિસ્તાને વધુ એક વખત નાપાક હરકત કરી છે અને 3 બોટ સાથે 18 ભારતીય માચ્છીમારોને બંધક બનાવ્યા છે.

નેશનલ ફિશ વર્ક્સ ફોરમના સેક્રેટરી મનિષભાઈ લોઢારીએ એવું જણાવ્યું હતું કે 2 પોરબંદરની અને 1 ઓખાની બોટમાં માછીમારી કરવા માટે ગયેલ માચ્છીમારોનું પાકિસ્તાને ભારતીય જળસીમામાંથી અપહરણ કર્યું છે અને આ માચ્છીમારોને હાલની પાકિસ્તાનની કરાંચી જેલમાં લઈ જવામાં આવ્યા છે.

દરિયાઈ પ્રદૂષણને લીધે IMBL સુધી પહોંચે છે માચ્છીમારો


ગુજરાતના પોરબંદર, ઓખા, માંગરોળ, વેરાવળ, કોડીનાર, દીવ સહિતના અનેક બંદરના માછીમારોને ગુજરાતના દરિયામાં વધી રહેલું પ્રદૂષણ સમસ્યારૂપ બન્યું છે. માછીમારોને પ્રદૂષણને લીધે મચ્છીનો જથ્થો આ સમુદ્રમાં પ્રાપ્ત થતો નથી. જ્યારે આઈ.એમ.બી.એલ. નજીક પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે ઉપરાંતમાં જ્યાં ખારૂં અને મીઠું પાણી સમુદ્રમાં ભેગું થતું હોવાને લીધે ખાસ પ્રકારની માછલીનો જથ્થો મળતો હોવાથી તે મેળવવાની લાલચે માછીમારો IMBL સુધી પહોંચે છે.

કઈ-કઈ બોટનું કરાયું અપહરણ


નેશનલ ફિશ વર્કસ ફોરમના સેક્રેટરી મનિષભાઈ લોઢારીએ એવું જણાવ્યું હતું કે 2 પોરબંદરની બોટ અને 1 ઓખાની બોટનું પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ અપહરણ કર્યું છે જેમાં દિવ્યરાજ બોટ, રેખાસાગર બોટ અને શ્યામરાજ બોટનો સમાવેશ થાય છે.

X
Pakistan continues terror porbandar kidnapped 18 fishermen along with 2 and okhas 1 boat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App