ગોસાબારાનાં શાંત સમુદ્રમાં ફરી વમળ પેદા થયું, NIA અને ATS ટીમનું સર્ચ ઓપરેશન જારી

Bhaskar News

Bhaskar News

Oct 12, 2018, 12:31 AM IST
દરગાહ પાસે 300 વાર જગ્યામાં મશીન દ્વારા 12 ફૂટ ખોદાયું
દરગાહ પાસે 300 વાર જગ્યામાં મશીન દ્વારા 12 ફૂટ ખોદાયું

પોરબંદર: પોરબંદરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી અને એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ દ્વારા ધામા નાખવામાં આવ્યા હતા અને બુધવારે વહેલી સવારે 4 વાગ્યાથી આ સુરક્ષા એજન્સીઓ ગોસાબારા આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા હતા અને સવારે 7 વાગ્યે ગોસાબારાના દરિયાકાંઠે આવેલ દરગાહની પાસે જ ચોક્કસ સ્થળે ચોક્કસ બાતમીનાં આધારે 300 વાર જેટલી જમીનનું ખોદકામ કરી 12 ફૂટ જેટલું ઉંડું ખોદકામ કર્યા બાદ સાંજ સુધી કાંઈ મળ્યું ન હોવાથી આ સર્ચ ઓપરેશનને વિરામ આપવામાં આવ્યો હતો અને ફરીથી ખાડાઓમાં ભરતી નાંખી બુરી દેવામાં આવી હતી.

આ ઓપરેશન દરમિયાન ખોદકામની વાત વાયુવેગે પ્રસરતા ખોદકામમાંથી સોનું, હથીયાર, ડ્રગ્સ, આર.ડી.એક્સ. શું નીકળશે તેની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ સાંજે કામગીરી પૂર્ણ થતા સુત્રો દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે ભારતની પ્રખર એજન્સી ચોક્કસ જગ્યાએ એક દિવસના સર્ચ ઓપરેશન હાથ ધરી સાંજ બાદ પણ રાત્રે 9 વાગ્યા સુધી મશીનો ચાલુ હતા અને ખોદકામ થતું હતું જેથી ધાર્યા પરિણામ મળ્યા હોય તેવું પણ બની શકે. જો કે સત્તાવાર આ અંગે કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી.

શું કહે છે ઘટનાના સાક્ષી ?

સુરક્ષા એજન્સીઓએ પોરબંદરના અગ્રણી પુંજા રામા ઓડેદરાના ઘરે બુધવારે સવારે પહોંચ્યા હતા અને પુંજાભાઈને સાથે લઈને ગોસાબારા દરિયાકાંઠે દરગાહ પાસે ખોદકામ સ્થાને લઈ ગયા હતા. ત્યારે શહેરભરમાં આ વિશે ચર્ચાએ જોર પકડ્યું હતું કે પુંજાભાઈને શા માટે લઈ ગયા ? આ અંગે પુંજાભાઈએ એવું જાવ્યું હતું કે હું આ વિસ્તારનો જાણકાર છું અને સ્થાનિક આગેવાન છું. જેથી મદદ માટે સાથે લઈ ગયા હતા. સુરક્ષા એજન્સીને ચોક્કસ બાતમી હતી એટલે એ જ સ્થળ ઉપર ખોદકામ કર્યું હતું. હું હતો તે દરમિયાન કશું મળ્યું નથી.

સુરક્ષા એજન્સીના અધિકારીઓએ સ્થાનિકોને શું પૂછ્યું ?

આ અંગે યુસુફ નામના યુવાને એવું જણાવ્યું હતું કે સાંજે 5 વાગ્યા પછી ગામના 5 જેટલા લોકોને બોલાવ્યા હતા અને પહેલો સવાલ એ કર્યો હતો કે તમે દાઉદ ઈબ્રાહીમને ઓળખો છો ? ત્યારબાદ અધિકારીએ એવું પણ કહ્યું હતું કે તાજેતરમાં જ આ જગ્યા પર મુદ્દામાલ દાટવામાં આવ્યો છે, હમણાં નીકળશે અને તમને રાત્રે 3 વાગ્યે ફોન કરીને બોલાવશું.

કબ્રસ્તાનની જગ્યામાં ખોદકામ થયું

આ અંગે ગોસાબારાના મુસ્લીમ માચ્છીમાર સમાજના પ્રમુખ લાખા ઈસ્માઈલએ એવું જણાવ્યું હતું કે દિલ્હીની ટીમ અને અમદાવાદની ટીમ આવી હતી અને જે જગ્યાએ ખોદકામ થયું હતું તે કબ્રસ્તાન છે. 100 વર્ષ જુનું છે. 1983 માં પૂર વખતે આ જગ્યા ધોવાઈ ગઈ હતી પરંતુ ફરીથી આ જગ્યા પર અમે દફનવિધી કરીએ છીએ. અમારા બાપદાદાની યાદી હતી જે ખોદી નાંખી. આથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે.

X
દરગાહ પાસે 300 વાર જગ્યામાં મશીન દ્વારા 12 ફૂટ ખોદાયુંદરગાહ પાસે 300 વાર જગ્યામાં મશીન દ્વારા 12 ફૂટ ખોદાયું
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી