તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • 200થી વધુ નાના મોટા ચેકડેમો બિસ્માર, 17 ગામોને પાણીની સમસ્યા વેઠવી પડશે | In The Porbandar District, Checkdams Have Not Been Repaired Before The Mo

200થી વધુ નાના-મોટા ચેકડેમો બિસ્માર, 17 ગામોને પાણીની સમસ્યા વેઠવી પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર / સોઢાણા: પોરબંદર જિલ્લાની નદી-નાળાઓ ઉપર 400 થી વધુ નાના-મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના ચેકડેમોની દયનીય હાલત બની ગઈ હોવાથી આ ચેકડેમોમાં ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. ચોમાસા દરમિયાન વરસાદ થતો હોય ત્યારે વરસાદી પાણી નદી-નાળા મારફત સમુદ્રમાં વહી જતું હોય છે. આ પાણીનો વેડફાટ થતો હોવાથી પાણીના તળ પણ ઉંચા આવી શકતા નથી. ચોમાસાનું વરસાદી પાણી વેડફાઈ ન જાય અને પાણીનો સંગ્રહ થાય તેમજ વરસાદી પાણી જમીનના તળમાં ઉતરે અને પાણીના તળ ઉંચા આવે તેવા આશયથી સરકાર કરોડો રૂપીયાના ખર્ચા કરી નદી-નાળા ઉપર ચેકડેમો બનાવવાનું આયોજન કરે છે.

 

150 ખેડૂત પરિવારને પિયતમાં મદદરૂપ થાય છે 

 

ત્યારે પોરબંદર જિલ્લામાં ક્ષારઅંકુશ અને સિંચાઈ વિભાગ દ્વારા નદી-નાળા ઉપર 400 થી વધુ નાના-મોટા ચેકડેમો બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. મોટાભાગની નદીઓ ઉપર ચેકડેમો વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હોવાથી હાલ ચેકડેમોની દયનીય હાલત બની ગઈ છે. અમુક ચેકડેમોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય અને કામગીરી ખૂબ જ નબળી થઈ હોવાથી માત્ર ગણતરીના જ વર્ષોમાં સ્થળ ઉપર ચેકડેમો રહ્યા જ નથી. જવાબદાર તંત્ર દ્વારા ચેકડેમો ખૂબ જ જર્જરીત બન્યા હોવા છતાં આજ દિવસ સુધી આ ચેકડેમોના સમારકામની કામગીરી પણ કરવામાં આવી નથી.

 

 

25 વર્ષમાં ભરતી નિયંત્રક યોજના અંતર્ગત 7 જેટલા બંધ બનાવાયા

ક્ષારઅંકુશ વિભાગે ભરતી નિયંત્રક યોજના અંતર્ગત 7 જેટલા બંધ બનાવ્યા છે. ખાસ કરીને નદીનું પાણી સમુદ્રમાં જતું હોય ત્યાં સમુદ્રનું પાણી નદીમાં બે-ત્રણ કિલોમીટરના અંતર સુધી ભળી જતું હોય છે અને આ પાણીના કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં પાણીના તળ પણ ખારા થઈ જતા હોય છે તેમજ ખેડૂતોને ખેત ઉત્પાદનક્ષેત્રે માઠી અસર પહોંચતી હોય છે. જેથી ભરતી નિયંત્રક યોજના અંતર્ગત નદીનું પાણી સંગ્રહ થાય અને તેમાં દરિયાનું પાણી ન મળે તે માટે 7 જેટલા બંધ 1977 થી 2002 સુધીના સમયગાળામાં બનાવવામાં આવ્યા હતા.

 

 

સોરઠી પર 3 અને વર્તુ નદી પર 4 ચેકડેમોની દયનીય હાલત
પોરબંદરના બરડાપંથકમાં સોરઠી નદી પર 3 અને વર્તુ નદી પર 4 ચેકડેમોની દયનીય હાલત બની ગઈ છે. આ ચેકડેમો જર્જરીત બન્યા હોવાને કારણે સ્થાનિક ખેડૂતોએ તંત્રને વારંવાર રજૂઆત કરી સમારકામ કરવા માંગ કરી હતી. છતાં આજ દિવસ સુધી સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી ચોમાસામાં નદીનું પાણી સમુદ્રમાં વહી જતા વેડફાઈ રહ્યું છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... ચેકડેમો જર્જરીત 

અન્ય સમાચારો પણ છે...