Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » In the coastal coast of Porbandar, water washed in empty mines

પોરબંદરના દરિયા કિનારે નહેરો બનાવી ખાલી ખાણોમાં પાણી ભર્યું

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:30 AM

દરિયામાં વહી જતા મીઠા પાણીને બિનઉપયોગી ખાણોમાં સંગ્રહ કરવા વિવિધ કામો કર્યા છે.

  • In the coastal coast of Porbandar, water washed in empty mines
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પોરબંદર: પોરબંદરના મીંયાણીથી માધવપુર સુધી સમુદ્ર કિનારે 66 કિલોમીટરના અંતરમાં જળસંચય કરવાના આશયથી સરકારના ક્ષાર અંકુશ વિભાગે 12,583.98 લાખના ખર્ચે નહેરો બનાવી ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતા મીઠા પાણીને બિનઉપયોગી ખાણોમાં સંગ્રહ કરવા વિવિધ કામો કર્યા છે. ક્ષાર અંકુશ વિભાગે સરકારની યોજનાઓ મારફત દરિયાકિનારા વિસ્તારની ખારાશવાળી 12,244 હેક્ટર જમીનને ફળદ્રુપ બનાવી છે.

    વિવિધ જળાશયોમાં 2056 લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ કરી 28 જેટલા ગામોમાં પાણીની સમસ્યાનું નિરાકરણ કર્યું છે. 66 કિલોમીટરની લંબાઈમાં નહેરો તથા ચેકડેમો બનાવ્યા હોવાથી 39 ગામની જમીનને સિંચાઈ માટે પાણી ઉપયોગી બની રહ્યું છે. પાણી સંગ્રહ અને જમીનના નવિનીકરણ કરવાના પ્રેરણાદાયી કામોનું દેશના જુદા-જુદા રાજ્યની અનેક સમિતિઓએ મુલાકાત લઈ તેનું અનુકરણ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

    -66 કિમી વિસ્તારમાં નહેરો અને ચેકડેમો બનાવ્યા

    -39 ગામની જમીનને સિંચાઇ માટે પાણી ઉપયોગી બનશે

    -2056 લાખ ઘનફુટ પાણીનો સંગ્રહ થશે

    -28 ગામોમાં પાણીની સમસ્યાનું નિરાકરણ

    -125.84 કરોડનો ખર્ચ કરાયો

    -12.24 હજાર હેક્ટર ખારાશવાળી જમીનને ફળદ્રુપ બનાવી

  • In the coastal coast of Porbandar, water washed in empty mines
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending