હરીયાણાની પરિણીતાને પતિએ વાળ પકડી, ઢસડીને માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: પોરબંદરમાં છેલ્લા સમયથી રહેતા પરિવારમાં પરિણીતાને તેમના સાસરીયાઓ ત્રાસ આપતા અને પતિ દારૂ પીયને અવારનવાર મારમારતો હોય ત્યારે ગઇ કાલે પરિણીતાને તેમના પતિ દ્વારા વાળ પકડી ઢસળી ઢીકા-પાટુનો મારમારી ઇજા પહોંપાડી હતી. મહિલને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.

 

મુળ હરીયાણા ભીયાણી ગામની અને હાલ છેલ્લા 12 વર્ષથી પોતાના સાસરીયા સાથે પોરબંદર શહેરના બિરલા દંગા ખાતે રહેતી નીરૂબેન ગુરૂવેન્દ્વ ચૌહાણ નામની પરિણીતાને તેમના સાસરીયામાં પતિ ગુરૂવેન્દ્વસિંહ ચૌહાણ, સસરા ભીમસિંહ ચૌહાણ અને સાસુ સુમલાબેન ચૌહાણ છેલ્લા 5 વર્ષથી શારિરીક માનસિક ત્રાસ આપી મારમાતા હોય અને ગઇ કાલે તેમના પતિ ગુરૂવેન્દ્વસિંહએ દારૂ પીયને વાળ પકડી ઢસળી ઢીકા-પાટુનો મારમારી ઇજા પહોંપાડી હતી. આથી મહિલાને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે સાસરીયા વિરૂધ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.