Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Give police protection or euthanasia, introducing the president of Dalit protagonist

પોલીસ રક્ષણ અથવા ઈચ્છામૃત્યુ આપો, દલિત આગેવાનની રાષ્ટ્રપતિને રજૂઆત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 09:21 AM

સરકારે આપેલ પ્રોટેક્શન હટાવી લેતા અવારનવાર હુમલા થતા દલિત આગેવાન ઉપવાસ પર

  • Give police protection or euthanasia, introducing the president of Dalit protagonist

    પોરબંદર: પોરબંદરમાં દલિત આગેવાને રાષ્ટ્રપતિને રજૂઆત કરી પ્રોટેક્શન અથવા ઈચ્છામૃત્યુની મંજુરી આપવા અંગે માંગ કરી હતી. સરકારે આપેલ પ્રોટેક્શન હટાવી લેવામાં આવતા અવારનવાર હુમલા થતા હોવાથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસેલ દલિત યુવાનની તબિયત લથડતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી.

    દલિત યુવાનની તબિયત લથડતાં સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો

    પોરબંદરના દલિત આગેવાન સુમન બેચર ચાવડા ઉર્ફે મહમ્મદ ઈબ્રાહીમને વર્ષ 2012માં સરકારે પ્રોટેક્શન આપ્યું હતું. તેમના ઉપર વારંવાર હુમલા થતા હોવાને કારણે તેઓએ સરકાર પાસે પ્રોટેક્શનની માંગ કરી હતી. જેને ધ્યાને લઈને સરકારે પ્રોટેક્શન આપ્યું હતું. પરંતુ તાજેતરમાં એટલે કે ગત તા. 18 જુલાઈ 2018 થી પ્રોટેક્શન ઉઠાવી લીધું હતું. સરકારે આપેલ પ્રોટેક્શન હટાવી લીધા બાદ તેમના પર અવારનવાર હુમલા થતા હોય અને તેઓને જીવનું જોખમ હોય તેવી રજૂઆત કરી હતી.

    ભય અનુભવતા હોવાને કારણે તેઓએ સરકારને પ્રોટેક્શન આપવા માંગ કરી હતી. પરંતુ પ્રોટેક્શન આપવાની માંગ સંતોષવામાં ન આવતા અંતે દલિત આગેવાને કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કર્યું હતું. ઉપવાસ આંદોલન દરમિયાન તેઓની તબિયત લથડતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે સારવારઅર્થે ખસેડાયેલ દલિત આગેવાને એવું જણાવ્યું હતું કે મેં રાષ્ટ્રપતિને રજૂઆત કરી છે.


    કુતિયાણાથી 3 કિ.મી. દૂર કોલેજ છતાં સ્ટોપ ન અપાતાં બસને રોકી છાત્રોએ રામધૂન બોલાવી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending