જૂનાગઢમાં સંતની દિલેરી: દાનમાં આપેલી 27 વીઘા જમીન પરિવાર ગરીબીમાં આવતા પરત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતવાણીના કાર્યક્રમમાં ઇન્દ્રભારતી બાપુએ જાહેરાત કરી હતી - Divya Bhaskar
સંતવાણીના કાર્યક્રમમાં ઇન્દ્રભારતી બાપુએ જાહેરાત કરી હતી

જૂનાગઢ: સંત-શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ભવનાથના સંતે અનોખી દિલેરી બતાવી છે. દાનમાં મળેલી 27 વીઘા જમીન દાનવીર પરિવાર ગરીબ થઇ જતા તેને પરત આપી હતી. રાજકોટમાં રહેતા રસિકલાલ એન્ડ કંપનીના પરિવારે રૂદ્રગીર આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુને સાસણ નજીક 14 વર્ષ પહેલા રાજીખુશીથી 27 વીઘા જમીન દાનમાં આપી હતી. આ જમીન પર બાપુએ 400 આંબા વાવી ફાર્મ હાઉસ જેવું સ્વરૂપ આપ્યું હતું. પરંતુ વર્તમાનમાં વ્યવસાયમાં ખોટ આવતા રસિકલાલ એન્ડ કંપની પરિવારને આ જમીન મહંતે પરત કરવાની જાહેરાત સંતવાણીના કાર્યક્રમમાં કરી હતી.

રાજકોટના પરિવારે 2004માં બાપુને 27 વીઘા જમીન દાનમાં આપી હતી

 

જૂનાગઢ ભવનાથના ઇન્દ્રભારતી બાપુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આર્થિક મંદીમાં સપાડાયેલા રાજકોટના સંતપ્રેમી પરિવાર હંમેશા સંતો-મહંતોની સાથએ રહ્યો છે. આજે તે મુશ્કેલીમાં હોય તો સાધુએ પણ તેની ફરજ ન ભૂલવી જોઇએ. તેનું ઋણ ચૂકવવા 14 વર્ષે તેને આ જમીન પરત આપવાનું નક્કી કર્યું છે. 2004માં આ જમીન દાનમાં આપી હતી. ત્યારબાદ તબક્કાવાર વૃક્ષો, આંબાઓ વાવી તેનો વિકાસ કરી ફળદ્રુપ બનાવવામાં આવી હતી. રાજકોટની વ્યવસાય પેઢી રસિકલાલ એન્ડ કંપનીને આર્થિક થપાટ લાગી હોવાનું જાણવા મળતા શ્રાવણી અમાસના દિવસે તેરા તુજકો અર્પણ એવા ભગવાનના વણલેખા નિયમને અનુરૂપ તેને આ જમીન પરત આપવાનો નિર્ણય કર્યો છે.

 

શું કહે છે રસિકલાલ એન્ડ કંપની પરિવારના મોભી

 

રસિકલાલ એન્ડ કંપની પરિવારના મોભી જયદેવભાઇ દવેએ જણાવ્યું હતું કે, 2004માં દાનમાં 27 વીઘા જમીન આશ્રમને દાનમાં આપી હતી. 2006માં ધંધામાં મોટુ નુકસાન આવ્યું. બાપુને એવું થયું કે મારો શિષ્ય હેરાન છે તો ગુરુ કેમ સારો હોય મને રિટર્ન ગિફ્ટ આપી છે. આમાંથી સારા રૂપિયા કમાય બીજા 100 પરિવારને રોટલા આપજે, સાધુની મિલકત રાષ્ટ્રની જ હોય એવું બાપુએ કહ્યું હતું. ઘર અને અન્ય મિલકત વેચી નાંખી હતી. તેમ છતાં આર્થિક હાલત ખરાબ હતી. ડીઝલ એન્જિન એક્સપોર્ટ કરવાનો વ્યવસાય હતો. 

 

જામનગરમાં 4 વર્ષની બાળકીને સિટી બસે ઠોકર મારતા મોત, MLA દોડી ગયા, માતાનું આક્રંદ

 

તસવીર: સરમન રામ, જૂનાગઢ