પોરબંદરમાં માછીમાર યુવાનોએ દરિયા સાથે બાથ ભીડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: માછીમાર બોટ એસોસીએશન તેમજ ઈન્ડીયન કોસ્ટગાર્ડ સંયુક્ત ઉપક્રમે સ્પોર્ટસ ઈવેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તા. 24 ફેબ્રુઆરીના રોજ દોડ અને વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 વર્ષથી 18 વર્ષ સુધીના યુવાનોએ ભાગ લીધો હતો. તે ઉપરાંત આજે પોરબંદરના ચોપાટી ખાતેના સમુદ્રમાં યુવાનો માટે 500 મીટરની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં માછીમાર યુવાનોએ દરિયા સાથે બાથ ભીડી હતી તેમજ સાથોસાથ 500 મીટર હોડીસ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માછીમારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલાઓને પોરબંદર બોટ એસોસીએશન દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

 

અન્ય સમાચારો પણ છે...