Home » Saurashtra » Latest News » Porbandar » ગીરના જંગલ બાદ ગુજરાતનું આ સ્થળ બનશે એશિયાટીક સિંહોનું ઘર | After the Gir Forest, this place will be the home of the Asiatic lions

ગીરના જંગલ બાદ ગુજરાતનું આ સ્થળ બનશે એશિયાટીક સિંહોનું ઘર

Divyabhaskar.com | Updated - Jun 26, 2018, 04:37 AM

આવનારા દાયકાઓમાં ગીરની માફક બરડો પણ ડાલામથ્થાનું રહેઠાણ બનશે

  • ગીરના જંગલ બાદ ગુજરાતનું  આ સ્થળ બનશે એશિયાટીક સિંહોનું ઘર | After the Gir Forest, this place will be the home of the Asiatic lions
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બરડાના જંગલનું વાતાવરણ ગીરની માફક હોઇ એશિયાટીક લાયન માટે બરડાનું જંગલ સિંહોનું બીજું ઘર બનશે

    પોરબંદર: સમગ્ર એશિયામાં એશિયાટીક લાયનનું એકમાત્ર રહેઠાંણ ગીરનું જંગલ ગીરના ડાલામથ્થાને સાંકડું પડતું હોવાથી આવનારા સમયમાં ગુજરાત અને ભારતના આ દુર્લભ પ્રાણીને સંરક્ષણ મળી રહે તે માટે બરડાના જંગલને એશિયાટીક લાયન માટેના વૈકલ્પિક સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. જેથી આવનારા સમયમાં બરડાનું જંગલ ગીરના સિંહો માટે ગીરના જંગલનો એક સક્ષમ વિકલ્પ તરીકે ઉભરી આવશે. હાલ પ્રાયોગીક ધોરણે બરડાના જંગલમાં બે સિંહ જોડીને વસાવવામાં આવી છે અને તેનું સંવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે.

    સૌરાષ્ટ્રના ગીરના જંગલ જેવી જ કુદરતી આબોહવા ધરાવતા પોરબંદર નજીકના બરડા વિસ્તારનું જંગલ ગીરના જંગલનો વિકલ્પ બની શકે તેમ હોવાથી 1979 માં બરડાના જંગલને સરકાર દ્વારા અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને આ અભ્યારણ્યમાં ગીરના સિંહોને વૈકલ્પિક નિવાસની વ્યવસ્થા કરવાનો હેતુ રહેલો હતો. તેથી જ અહીં સિંહના ખોરાકની જરૂરીયાતને ધ્યાને લઈને ચિતલ હરણ વસાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

    જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ચિતલ હરણને બરડાના જંગલોમાં સિંહના ખોરાક માટે મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી બરડાના જંગલમાં સિંહોને વસાવવા માટે વિધીવત શ્રીગણેશ થઈ ગયા હતા. પરંતુ બાદમાં આ સિંહોને મધ્યપ્રદેશના જંગલમાં ખસેડવાની પણ હીલચાલ શરૂ થતા બરડાના જંગલમાં સિંહોને વસાવવાનો પ્રોજેક્ટ અદ્ધરતાલ થઈ ગયો હતો. આખરે 2015 માં ગીરના સિંહોને બરડામાં વસાવવાના પ્રોજેક્ટને લીલી ઝંડી મળી જતા અહીં સિંહોને વસાવવામાં આવ્યા છે. અને આવનારા ભવિષ્યમાં અહીં વધુ એશિયાટીક લાઈનને વસાવી અને બરડાના જંગલને ગીરના જંગલના સક્ષમ વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં આવશે.

    વધુ તસવીરો અને માહિતી જોવો આગળની સ્લાઇડ્સમાં

  • ગીરના જંગલ બાદ ગુજરાતનું  આ સ્થળ બનશે એશિયાટીક સિંહોનું ઘર | After the Gir Forest, this place will be the home of the Asiatic lions
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અગાઉ સિંહ જાતે અહીં આવી ચઢ્યા હતા

    અગાઉ સિંહ જાતે અહીં આવી ચઢ્યા હતા

     

    પોરબંદરના બરડાનું જંગલ ગીરના જંગલને મળતું આવતું હોવાથી અહીંની આબોહવા સિંહને વસવાટ કરવા માટે સાનુકુળ રહેતી હોવાને લીધે વર્ષ 2002 માં માંગરોળના દરિયાકિનારેથી સિંહ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને આ સિંહોએ અહીં 1 મહિના માટે રોકાણ પણ કર્યું હતું.

     

    બરડાના જંગલમાં 2 જોડી એટલે કે 2 સિંહ અને 2 સિંહણની સંખ્યા રાખવામાં આવી છે.

     

    બરડાના જંગલમાં સિંહ અને સિંહણ વચ્ચે સંવનન થાય અને વધુ પ્રમાણમાં સિંહબાળ અવતરે તે માટે અહીં જીનપુલની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જીનપુલમાં સિંહોને પૂરતું રક્ષણ તો મળી જ રહે છે પરંતુ સાથોસાથ સિંહ અને સિંહણ વચ્ચે ખલેલ વિના સંવનન થાય તેવા વાતાવરણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આ ક્રિયા વનવિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરો સતત નિરીક્ષણ કરતા રહે છે.

     

  • ગીરના જંગલ બાદ ગુજરાતનું  આ સ્થળ બનશે એશિયાટીક સિંહોનું ઘર | After the Gir Forest, this place will be the home of the Asiatic lions
    સિંહોને વસાવવાની યોજના લાંબા સમયની

    સિંહોને વસાવવાની યોજના લાંબા સમયની

     

    પોરબંદરના બરડાના જંગલમાં હાલ પ્રાયોગિક ધોરણે સિંહોને વસાવવામાં આવ્યા છે અને આવનારા લાંબા ભવિષ્યમાં આ વિસ્તારને ગીરના જંગલની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિકસીત કરવામાં આવશે. પરંતુ હાલના સમયે તો તાત્કાલીક જોવા જઈએ તો બરડા જંગલમાં વધુ સિંહોને વસાવવાની કોઈ જ યોજના નથી. માત્ર સંવર્ધન કેન્દ્રમાં જ સિંહોને રાખવામાં આવે છે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ