ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Porbandar» After completing his studies, Lakhanbhai was working in agriculture

  ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

  Bhaskar News, Porbandar | Last Modified - Mar 27, 2018, 02:29 AM IST

  પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે સૂર્યની ઉર્જા વડે વિજળી મળી શકે એવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચી સફળતા હાંસલ કરી
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   પોરબંદર: પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત થયા છે. પર્યાવરણને નુકસાન કરતી વિજળી ખૂબ જ મોંઘી પૂરવાર થતી જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી અને સસ્તી વિજળી ઉર્જામાંથી મળે તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણની રચના કરી છે.

   સૂર્ય ઉર્જા વડે ઉર્જાની સંગ્રહશક્તિથી ઉપકરણ ચાલુ કરી શકાય છે

   ઉર્જા પ્રોજેક્ટ નામાભિધાન સાથેનું આ વિજળી વગર કોઈપણ ઉર્જા પવન, સૂર્ય, ગોબર ગેસ કે દરિયાઈ મોજામાંથી મેળવી શકાય છે અને આ ઉપકરણ ચાલુ થાય છે. વધારે ઉર્જા આપવાથી પણ કૃષિ ક્ષેત્રે પાણી પમ્પ દ્વારા ઉર્જા મેળવી શકાય છે. હાલના તબક્કે પ્રાથમિક તબક્કે પ્રોજેક્ટ કાર્યશીલ છે. સૂર્ય ઉર્જા વડે ઉર્જાની સંગ્રહશક્તિથી ઉપકરણ ચાલુ કરી શકાય છે. પ્રાથમિક ધોરણે તૈયાર થયેલ આ ઉપકરણથી 60 વોલ્ટનો વિજળીનો બલ્બ ચાલુ રાખી શકાય છે.

   52 વર્ષની ઉંમર ધરાવતા લખુભાઈએ પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરી સાયન્સ ક્ષેત્રે આગળ વધવાની ખૂબ જ તમન્ના હતી પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આગળનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી ત્યારે 1 લાખના ખર્ચે ઉર્જાથી ચાલતા ઉપકરણને હાલ પ્રાથમિક તબક્કે કાર્યરત કર્યું છે. 3 થી 5 લાખના ખર્ચે આ સંશોધન કરીને ખેડૂતપુત્ર તથા સાગરપુત્રને ઉપયોગી થાય તે માટે મોટા સ્વરૂપે પ્રોજેક્ટ કાર્યરત કરવાની નેમ લીધી છે. પર્યાવરણ પ્રત્યે અત્યંત સંવેદનશીલ લખમણભાઈ ભવિષ્યમાં ઉર્જા ક્ષેત્રે ક્રાન્તિ લાવવાનું સપનું સેવી રહ્યા છે.

   કોઈ દાતા અથવા તો સરકારની સહાય મળે તો પર્યાવરણક્ષેત્રે ક્રાન્તિકારી શોધ સાબિત થાય તેવી ઈચ્છા આ ખેડૂતે વ્યક્ત કરી હતી. તેઓની પ્રાથમિક તબક્કાની સંશોધનની સિદ્ધિને ફટાણાના સામાજીક કાર્યકર કેશુભાઈ ઓડેદરા, સરકારી કુમારશાળાના શિક્ષક ભાવિનભાઈ તથા જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા સહિતે શુભેચ્છાઓ પાઠવી હતી.

   વધુ માહિતી માટે આગળ વાંચો... અનેક નિષ્ફળતા બાદ સફળતા મળી

  • 10 વર્ષથી સંશોધન કરતા લખમણભાઈને અનેેક નિષ્ફળતા મળી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   10 વર્ષથી સંશોધન કરતા લખમણભાઈને અનેેક નિષ્ફળતા મળી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: After completing his studies, Lakhanbhai was working in agriculture
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `