Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » 76 Indian fishermen who were abducted by Pakistan, were taken to Karachi

પાક. મરીને અપહરણ કરેલા ભારતીય 76 માછીમારોને કરાંચી લઇ જવાયા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:35 AM

પાકિસ્તાનની જેલમાં હાલ 500થી વધુ ભારતીય માછીમારો કેદ, તમામને મુક્ત કરાવા સરકાર અસમર્થ

  • 76 Indian fishermen who were abducted by Pakistan, were taken to Karachi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પોરબંદર: પોરબંદર સહિત અન્ય 76 જેટલા માછીમારોનું અપહરણ પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ કર્યું હતું તેઓને હાલ કરાંચી ખાતે લઈ જવામાં આવ્યા છે. પોરબંદર બોટ એસોસીએશન વિભાગે એવું જણાવ્યું હતું કે, આઈ.એમ.બી.એલ. નજીક તાજેતરમાં જ ગુજરાતના માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની મરીન સિક્યુરીટી એજન્સીએ પોરબંદર સહિત સૌરાષ્ટ્રના માછીમારોના અપહરણ કર્યા હતા. છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીએ 14 ફિશીંગ બોટ અને 76 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હતું.

    પહેલા 4 બોટ અને 24 માછીમારો અને ત્યારબાદ 10 બોટ અને 52 માછીમારોનું અપહરણ કરાયું હતું. આ તમામ માછીમારોને હાલ કરાંચી લઈ જવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં અપહરણ કરાયેલ 76 માછીમારો સહિત હાલ 500 જેટલા માછીમારોને પાકિસ્તાને જેલમાં પૂર્યા છે. આ બાબતે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ભારત સરકારે બોટોના ખલાસીઓને મુક્ત કરવાની બાબત ગંભીરતાથી લેવી જોઈએ અને તેમને મુક્ત કરાવવા માટે તાત્કાલીક કાર્યવાહી કરાવવા લાગણી વ્યક્ત કરી હતી.

  • 76 Indian fishermen who were abducted by Pakistan, were taken to Karachi
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending