તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100 વર્ષથી વધુ ઉંમરના 77 મતદારો મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર:  લોકશાહીનું પર્વ ગણાતી વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી 9 ડીસેમ્બરના રોજ યોજાતી ચૂંટણીને લઈને વહીવટીતંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રચાર કરી રહ્યા છે. જિલ્લાની બન્ને વિધાનસભાની બેઠક ઉપર 4 લાખથી વધુ મતદારો 9 ડીસેમ્બરના મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરશે.

 

જેમાં 18 વર્ષથી લઈ 100 વર્ષથી પણ વધુ ઉંમરના મતદારો નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 77 મતદારો છે તેમણે પોતાના જીવન દરમિયાન ઘણી વખત મતદાનો કર્યા છે અને વર્ષો પહેલાની યોજાતી ચૂંટણી પણ જોઈ છે. ત્યારે હજુ પણ આ 100 વર્ષથી વધુના મતદારો આ ચૂંટણીમાં પોતાનું મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરશે.

 

પોરબંદર બેઠક પર 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 23 મતદારો છે ત્યારે કુતિયાણા વિધાનસભા બેઠકની વાત કરીએ તો 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 54 મતદારો છે. આ મતદારો 9 ડીસેમ્બરના રોજ યોજાતી ચૂંટણીમાં મતદાન કરશે. 

 

116 વર્ષથી  વધુ ઉંમરના મતદાર 


વિધાનસભાની બેઠકોમાં 100 વર્ષથી ઉપરના કુલ 77 જેટલા મતદારો છે. પોરબંદરની બેઠકમાં 23 મતદારો છે જેમાં 111 વર્ષની ઉંમરના વૃદ્ધ મહિલા છે તેમજ કુતિયાણા વિધાનસભાની બેઠક પર 54 મતદારોમાંથી 116 વર્ષના વૃદ્ધ મતદાર છે.

 

અન્ય સમાચારો પણ છે...