તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરરાષ્ટ્રીય ફોટોફેરમાં પોરબંદરના ફોટોગ્રાફરની 5 તસ્વીરો પસંદગી પામી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઃ ધ ચેરીટેબલ ગૃપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી આર્ટગેલેરીમાં આંતરરાષ્ટ્રીય ફોટોફેરનું આયોજન 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે, તેમાં પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર હરીશભાઈ લાખાણીની 5 કૃતિઓ પસંદગી પામી છે.
આ 5 ફોટોગ્રાફ એવોર્ડ વિનીંગ ફોટોગ્રાફ છે. આંતરરાષ્ટ્રીય ફોટોફેરમાં ભારતભરમાંથી ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર મુલાકાત લેતા હોય છે ત્યારે પોરબંદરના ફોટોગ્રાફરની 5 તસ્વીરો પસંદગી પામતા પોરબંદરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે અને આ સફળતા બદલ પોરબંદરના શ્રેષ્ઠીઓએ હરીશભાઈ લાખાણી ઉપર અભિનંદનવર્ષા કરી છે. આ અગાઉ પણ ફોટોગ્રાફી ક્ષેત્રે હરીશભાઈ લાખાણીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો