તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની 40 મહિલાઓ સિંગાપોર -મલેશીયાના પ્રવાસે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઃ આજના સમયમાં સેવાભાવિ સંસ્થાઓ દ્વારા સિનીયર સિટીઝનોને ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જતાં હોય છે પરંતુ રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદરની 40 સિનીયર સિટીઝન બહેનોને સિંગાપુર અને મલેશીયાની વિદેશ સફરે લઈ જશે. તા. 8 થી 15 સપ્ટેમ્બર દરમિયાન વિદેશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ સિનીયર સિટીઝન બહેનોને પોરબંદરના ખોજાખાના ખાતેથી ખાસ બસ મારફત અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.
સિનીયર સિટીઝનોએ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી

રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, એજ્યુકેશન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દેશ-વિદેશમાં ચાલી રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા સપ્ટેમ્બર માસને સિનીયર સિટીઝન ઓફ મન્થ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે પ્રાથમિક તબક્કે ઈસ્માઈલી સિનીયર સિટીઝન લેડીઝ ટુરનું આયોજન તા. 8 થી 15 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે. જેમાં 15 વિધવા બહેનો, 8 અપંગ બહેનો મળી કુલ 40 સિનીયર સિટીઝનોને સિંગાપુર અને મલેશીયાની સફરે લઈ જવામાં આવશે.

આજે ખોજાખાના ખાતે સિનીયર સિટીઝન બહેનોને વિદેશયાત્રાએ લઈ જવામાં આવી હતી. ત્યારે તેમના પરિવારજનોએ હરખભેર તેઓની વિદેશયાત્રા સફળ રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સિનીયર સિટીઝન માટે રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા વિદેશયાત્રાનુ આયોજન કરાયું છે તેને જ્ઞાતિના અગ્રણીઓએ બિરદાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો