પોરબંદર પાલિકા પાસે દવાના છંટકાવ માટે 25,000 કિલો ડીડીટીનો જથ્થો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર નગરપાલિકા દ્વારા ચોમાસામાં પડેલા વરસાદને લઈને રોગચાળો વકરે નહીં તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ મશીન અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
 પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને ઠેરઠેર વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને શહેરના બિસ્માર રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.
 
ત્યારે ભરાયેલા વરસાદી પાણીને લઈને મચ્છરોના ઉપદ્રવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ મચ્છરના ઉપદ્રવને લઈને રોગચાળો વકરવાનો ભય સેવાઈ રહે છે ત્યારે નગરપાલિકા દ્વારા આ રોગચાળાને અટકાવવા માટે અગાઉથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં નગરપાલિકા પાસે એક મોટું ફોગીંગ મશીન અને 10 નાના ફોગીંગ મશીન છે તે ઉપરાંત 25,000 કિલો ડી.ડી.ટી. નો જથ્થો છે. 
 
નગરપાલિકા દ્વારા શહેરના સુભાષનગર, વિરડીપ્લોટ, કુંભારવાડા સહિતના વિવિધ પછાત વિસ્તારોમાં ફોગીંગ મશીન અને ડી.ડી.ટી. અને એન્ટીસેરેટીયા ની દવાનો છંટકવા કરવામાં આવી રહ્યો છે જેથી વધતા જતા રોગચાળાને કાબુમાં લઈ શકાય. નગરપાલિકા દ્વારા આ 25,000 કિલો ડી.ડી.ટી. અલગ-અલગ વોર્ડમાં આપી દેવામાં આવી છે જ્યાં ગંદકી જણાય ત્યાં છંટકાવ કરવામાં આવશે.
 
અન્ય સમાચારો પણ છે...