• Gujarati News
  • વડાળાના યુવાને આપઘાત કર્યો

વડાળાના યુવાને આપઘાત કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાળાના યુવાને આપઘાત કર્યો

પોરબંદર|વડાળા ગામે રહેતો ગુલાબભાઈ જીકાભાઈ મકવાણા નામનો 22 વર્ષીય યુવાન વાડીએ કામ કરતો હતો. દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અંગેની જાણ થતાં તેને સારવારઅર્થે તાત્કાલીક ઉપલેટા ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

બાઈકસ્લીપ થતાં યુવાનનું મોત

પોરબંદર|પોરબંદરના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો પ્રકાશ પીઠાભાઈ ગરચર નામનો યુવાન પોતાનું હોન્ડા મોટરસાયકલ નં. જીજે 25 એફ 3791 લઈને પુરઝડપે પોરબંદર-વેરાવળ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવતા રોડ ઉપર તે હોન્ડા સાથે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. અકસ્માત અંગે બચુભાઈ ભીમાભાઈ ગરચરે જાણ કરતા મરણ જનાર યુવાન પ્રકાશ માનસિક અસ્થિર હોવાનું જણાવાયું હતું.

રીક્ષાપલટી જતાં બે યુવાનોને ઈજા

પોરબંદર|રાણાવાવ પાસેથી મુસાફરો સાથે પસાર થઈ રહેલી રીક્ષા પલટી મારી જતાં બે યુવાનોને ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે રાણાવાવ તાલુકાના રામગઢ ગામની સીમમાં રહેતા ભરત અરશીભાઈ ગોઢાણિયાએ પોલીસમથકે રીક્ષાચાલક રામભાઈ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ રામભાઈની રીક્ષા નં. જીજે 6 વાય 2215 માં બેસીને રાણાવાવની આહિરવાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેણે પોતાની રીક્ષા બેફીકરાઈથી ચલાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. અને અકસ્માતમાં તેમને તથા સાહેદ શ્રાવણ લાડુજીને પણ ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત અકસ્માત સર્જાયા બાદ રામભાઈ પોતાની રીક્ષા લઈને ત્યાંથી નાસી છુટ્યો હતો ! પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખાપટમાંદંપતિનો યુવાન પર હુમલો

પોરબંદર|ખાપટગામે ગૌશાળા પાસે રહેતા જાદવ ગોવિંદ ચાવડાએ મનિષ તથા તેની પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, બન્નેએ તેમના ઘરે આવી “ઘરમાંથી બહાર આવ તારૂં કામ છે” તેમ કહી ઘરની બહાર બોલાવ્યો હતો. આથી જાદવ ઘરની બહાર આવતા “મકાનમાં રહેવા દેવા નથી” તેમ કહી દંપતિએ ભૂંડી ગાળો કાઢી, મનીષ હાથમાં રહેલા પાવડાના ધોકા વડે આડેધડ તેને માર મારવા લાગ્યો હતો. દરમિયાન વચ્ચે પડેલા સાહેદને પણ માર પડ્યો હતો. ઉદ્યોગનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાળાગામે સાસરીયાઓ સામે ફરીયાદ

પોરબંદર|ખંભાળા ગામે રહેતા પૂરીબેન રાણાભાઈ વેગડાએ રાણાવાવ પોલીસમથકમાં તેમના પતિ રાણાભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે