• Gujarati News
  • અઢી ઇંચ વરસાદથી મધુવંતીમાં ઘોડાપૂર

અઢી ઇંચ વરસાદથી મધુવંતીમાં ઘોડાપૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઢી ઇંચ વરસાદથી મધુવંતીમાં ઘોડાપૂર

પોરબંદર તાલુકાનાં માધવપુર પંથકમાં આજે વહેલી સવારનાં મેઘરાજાએ દે ધના ધનવાળી કરી સવારનાં નવ વાગ્યા સુધીમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે માધવપુરની મધુવંતી નદીમાં પાણીનું ઘોડાપૂર આવતાં નદીનાં પાણી માધવપુર સહિત ઘેડ પંથકનાં ગામોના પાદર સુધી પૂરનું પાણી પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે.