• Gujarati News
  • પૂરૂષોત્તમ રૂપાલાનું પોરબંદરમાં ટૂંકુ રોકાણ

પૂરૂષોત્તમ રૂપાલાનું પોરબંદરમાં ટૂંકુ રોકાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂરૂષોત્તમ રૂપાલાનું પોરબંદરમાં ટૂંકુ રોકાણ



ભારતીયજનતા પાર્ટીનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા જામનગરથી માંગરોળ તરફ જતા હોય, ત્યારે પોરબંદરમાં ટુંકું રોકાણ કર્યું હતું. દરમિયાન શહેર-જિલ્લાનાં ભાજપનાં આગેવાનોએ હિતેશ ઠકરાર, રામભાઈ જાડેજા, કિરીટ મોઢવાડિયા, ભીમભાઈ ઓડેદરા, સુધરાઈ સભ્ય બાલુભાઈ નથુભાઈ બોખીરીયા, પ્રદેશ કારોબારી સભ્ય નિલેષ ઓડેદરા, ભીખુભાઈ ગૌસ્વામી સહિતનાં આગેવાનોએ મુલાકાત કરી પુરૂષોત્તમ રૂપાલાનું સ્વાગત કર્યું હતું અને પોરબંદર જિલ્લા ભાજપની સંગઠન અંગેની બાબતો અને જિલ્લામાં ચાલતા વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. રૂપાલાએ સમગ્ર કામગીરીને લઈને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા, તેમ જિલ્લા ભાજપ પ્રમુખ વિજયભાઈ થાનકીની એક યાદીમાં જણાવાયું છે.