તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન : ખેડૂતો ચિંતીત

કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન : ખેડૂતો ચિંતીત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને વળતર ચૂકવવા ધારાસભ્યની માંગ

હાલમાંરાજ્યમાંબે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતુ. જ્યારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થયું છે. જેથી અંગે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કુતિયાણા તાલુકાના ઘેડ પંથકમાં તેમજ પોરબંદર તાલુકા તેમજ કુતિયાણા અને રાણાવાવ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. જેથી વિસ્તારમાં શિયાળુ પાકમાં ચણા અને જુવારનું વાવેતર વ્યાપક પ્રમાણમાં થાય છે અને વિસ્તારમાં ચોમાસામાં વરસાદને કારણે પાણીનો ભરાવો થાય છે. જેનાથી ચોમાસું પાક લેવાતો નથી અને વિસ્તારમાં આખા વર્ષમાં શિયાળુ પાક એક લેવાતો હોય, છે અને કમોસમી વરસાદથી પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, પાકને થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે અને વિસ્તારના ખેડૂતોને પાકમાં થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી રજૂઆત કરવામાં આવી છે.

દરિયા કાંઠાનાં વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા ધોવાયા / કે.કે.સામાણી

ભાવપરાના ટુકડામિંયાણીમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

ભાસ્કરન્યૂઝ. પોરબંદર

હાલરાજ્યમાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેની અસર પોરબંદર જિલ્લામાં પણ જોવા મળી હતી. મંગળવારના મોડી સાંજના બરડા અને ઘેડ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે બરડાપંથકના ટુકડા, મિંયાણી અને ભાવપરા સહિતના વિસ્તારોમાં 10 મિનીટ સુધી ધોધમાર વરસાદ પડતા રસ્તા પણ પાણી વહેવા લાગ્યા હતા.

પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યા બાદ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભરશિયાળે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને કારણે જીરૂ, ઘઉં અને ચણા સહિતના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં દરિયાકાંઠાના ભાવપરા અને ટુકડા-મિંયાણી ગામે બપોરે 12 વાગ્યા આસપાસ એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હત