• Gujarati News
  • પોરબંદરનાભોજેશ્વર પ્લોટ, શેરી નં. 3 માં રહેતા વીણાબેન વ્રજલાલ

પોરબંદરનાભોજેશ્વર પ્લોટ, શેરી નં. 3 માં રહેતા વીણાબેન વ્રજલાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરનાભોજેશ્વર પ્લોટ, શેરી નં. 3 માં રહેતા વીણાબેન વ્રજલાલ મદલાણી (ઉ.વ. 65) નામના વૃદ્ધા આજે મોડી સાંજે મંદિરેથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. દરમિયાન પૂજારા મોબાઈલ શોપ વાળી ગલીમાંથી પસાર થતા હતા ત્યારે સ્પ્લેન્ડર મોટરસાયકલમાં આવેલા 25 થી 30 વર્ષના બે યુવાનોએ વીણાબેન કંઈ સમજે તે પહેલા તેમણે ગળામાં પહેરેલો બે તોલાનો સોનાનો ચેઈન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વીણાબેને હિંમત દાખવીને ચેઈન પકડી રાખતા અડધો ચેઈન તૂટીને તેમનાં હાથમાં રહી ગયો હતો જ્યારે અડધો ચેઈન લઈને બન્ને શખ્સો મોટરસાયકલ ઉપર નાસી છુટ્યા હતા. અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વિણાબેને બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરમાં વૃદ્ધાના ગળામાંથી ચેઈનની ચિલઝડપ