• Gujarati News
  • { ઘણાં વર્ષોથી ડિગ્રી વગર તબીબી સેવા નામની ભક્તિ ચલાવતો હતો : અંતે આરોગ્ય વિભાગની ઝડપે ચડી ગયો

{ ઘણાં વર્ષોથી ડિગ્રી વગર તબીબી સેવા નામની ભક્તિ ચલાવતો હતો : અંતે આરોગ્ય વિભાગની ઝડપે ચડી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ડિગ્રી વગરનાં ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, તેમ છતાં આરોગ્ય વિભાગ કોઈ પગલા લેતું નથી. પરંતુ આજે ગાંધીનગર સુધી ફરિયાદ થયા બાદ રાણાવાવમાંથી એક ડિગ્રી વગરનાં ડોક્ટરોને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ઝડપી લીધો હતો.

રાણાવાવ શહેરમાં જ્યોતિન એન. જોષી નામનો શખ્સ તબીબી ડિગ્રી વગર દવાખાનું ખોલીને લોકોની આરોગ્યની સેવા કરી રહ્યો હતો. બોગસ તબીબ ઘણાં લાંબા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. બાબતે છેક ગાંધીનગર સુધી રજૂઆતો પહોંચ્યા બાદ અંતે આરોગ્ય વિભાગે ડિગ્રી વગરનાં ડોક્ટરને ઝડપી લેવા માટેની કામગીરી હાથ ધરી હતી. આજે બપોરનાં સમયે આરોગ્ય વિભાગનાં મેડીકલ ઓફિસર ખુડખુડીયાએ જ્યોતિન એન. જોષીનાં દવાખાના ઉપર દરોડો પાડ્યો હતો અને તેમની પાસે રહેલા સર્ટીફીકેટો કબ્જે કર્યા હતા અને તપાસ કરતા તમામ ડિગ્રી બોગસ હોવાનું ખૂલ્યું હતું.

અંતે મેડીકલ ઓફિસર ખુડખુડીયાએ રાણાવાવ પોલીસમથકમાં બોગસ ડિગ્રીના આધારે દવાખાનું ચલાવતા જ્યોતિન એલ. જોષી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ-1963 ની કલમ 3 તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલની કલમ 29 અને ઈન્ડીયન મેડીકલની કલમ 3 મુજબ ગુન્હો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોતિન જોષી ઘણાં લાંબા સમયથી બોગસ ડિગ્રીના આધારે દવાખાનું ચલાવી રહ્યો હતો અને તેમણે અત્યાર સુધીમાં તગડી કમાણી પણ કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રાણાવાવમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો