તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોરબંદરનાવી.વી. બજાર વિસ્તારમાં છુટા મુકેલા ઘોડાએ 7 વર્ષની બાળકીને

પોરબંદરનાવી.વી. બજાર વિસ્તારમાં છુટા મુકેલા ઘોડાએ 7 વર્ષની બાળકીને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરનાવી.વી. બજાર વિસ્તારમાં છુટા મુકેલા ઘોડાએ 7 વર્ષની બાળકીને હડફેટે લઈને ઈજા પહોંચાડી હતી. બાળકીના પરિવારજનોએ ઘોડાને મારતા ઘોડાના માલિકે પરિવારજનોને માર માર્યો હતો. બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે અને સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરના વી.વી. બજારમાં રહેતા કેશુ ભીખુ ચુડાસમાએ પોતાના બે ઘોડા છુટા મુક્યા હતા અને દરમિયાન ઘોડા ભડક્યા હતા અને અહીં રમી રહેલી 7 વર્ષની કોમલ નામની બાળકીને હડફેટે લઈને ઈજા પહોંચાડી હતી. આથી ઉશ્કેરાયેલા સુનિતા કેશુને સમજાવવા માટે ગઈ હતી. દરમિયાન કેશુ ભીખુ ચુડાસમા, રાંભીબેન કેશુ, હરીશ કેશુ સહિતનાઓએ તેઓને માર માર્યો હતો. સામાપક્ષે લીલુબેન કેશુભાઈએ એવી ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતાના ઘોડા છુટા મુક્યા હતા દરમિયાન કોમલ નામની બાળકીને હડફેટે લેતા ઈજા પહોંચી હતી ત્યારબાદ કોમલના પરિવારના સભ્યો રવિ વિક્રમ સોલંકી, વિક્રમ પુના સહિતના ઘોડાને માર મારતા હતા આથી લીલુબેને ઘોડાને માર નહીં મારવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ લીલુબેનને પણ માર્યો હતો. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં ઘોડાએ બાળકીને હડફેટે લીધાની ઘટના બાદ મારામારી થતા બાળકીનાં પરિવારે ઘોડાનાં માલિક સામે ફરિયાદ નોંધી હતી. ત્યારે સામા પક્ષે ઘોડાના માલિકે પણ બાળકીનાં પરિવારજનો સામે ફરિયાદ નોંધતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.