પોરબંદરની ચોપાટી નજીક બાઈકમાં એકાએક આગ લાગી
પોરબંદરના લોહાણા વેપારી યુવાને મિત્રની દુકાનમાં ગળેફાંસો ખાધો
પિતા બાદ પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની
ક્રાઇમ રીપોર્ટર. પોરબંદર
પોરબંદરનાકડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા અને ફટાકડાના વેપારી અને મોબાઈલનો શો-રૂમ ધરાવતા એક લોહાણા યુવાને પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. યુવાને ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી.
અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતો અને ફટાકડાનો સિઝનલ વેપાર કરવા ઉપરાંત રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગાયત્રી મોબાઈલ ટેલીકોમ નામની દુકાન ધરાવતો ભાવિન ગિરીશભાઈ રાયચુરા (ઉ. વર્ષ 32) નામના યુવાને આજે પોતાની દુકાનની બાજુમાં આવેલી પોતાના મિત્રની દુકાનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં યુવાનના મિત્રો અને તેના પરિવારજનો તાત્કાલીક દોડી ગયા હતા અને ભાવિનને સારવારમાટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. સુખી સંપન્ન પરિવારના યુવાને એકાએક આપઘાત કરી લેતા ભારે ચર્ચા જાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન બે બહેનોનો એકનો એક ભાઈ હોય, તેમજ તેમને 2 વર્ષનો પુત્ર છે અને આજથી 3 વર્ષ પૂર્વે ભાવિનના પિતા ગિરીશભાઈએ પણ ઝેરી દવા પી ને આપઘાત કર્યો હતો. પિતા બાદ પુત્રએ પણ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. યુવાનના આપઘાત અંગે કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.