• Gujarati News
  • \"અમે આત્મહત્યા કરી લેશું પણ જગ્યા છોડીને જઇશું નહીં\' : બાવાજી પરિવારની જીદ

\"અમે આત્મહત્યા કરી લેશું પણ જગ્યા છોડીને જઇશું નહીં\' : બાવાજી પરિવારની જીદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
\\\"અમે આત્મહત્યા કરી લેશું પણ જગ્યા છોડીને જઇશું નહીં\\\' : બાવાજી પરિવારની જીદ

{હાઇકોર્ટની અરજીને કારણે કર્યો કોર્ટે હુકમ

ડીમોલીશન|છાંયા ન.પા. સાર્વજનિક પ્લોટ પરનું દબાણ દુર કર્યુ

ભાસ્કર ન્યૂઝ. પોરબંદર

પોરબંદરશહેર નજીકના છાંયામાં આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં ભગવાન હનુમાનજીના મંદિર નજીક આવેલા સાર્વજનિક પ્લોટમાં નટુભાઈ નિમાવતે પાકું બાંધકામ કરી લીધું હતું. આથી ભારતીબેન કેશુભાઈ કાઠીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને પગલે હાઈકોર્ટે સાર્વજનિક પ્લોટ પરનું બાંધકામ તોડી પાડવા હુકમ કરતા આજે છાંયા નગરપાલિકાનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર લઈને દોડી ગયું હતું.

સમયે બાવાજી પરિવારે તંત્ર સમક્ષ આજીજી કરી હતી પરંતુ તંત્ર ટસનું મસ થયું હતું. ત્યારબાદ જો કે માનવતા દાખવીને બાવાજી પરિવારને ઘરવખરી બહાર કાઢવા માટેનો સમય આપ્યો હતો. ત્યારબાદ મકાન ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. બાવાજી પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, છાંયા વિસ્તારમાં અનેક સ્થળોએ સરકારી જમીન ઉપર પેશકદમી થઈ છે, તે દૂર કરવામાં આવતી નથી. જ્યારે ગરીબ પરિવારનું મકાન તોડી પાડવામાં આવી રહ્યું છે. અમારા પરિવારના સભ્યો એક પછી એક આત્મહત્યા કરી લેશું પરંતુ જગ્યા છોડીને જશું નહીં તેવી જીદ પણ પકડી હતી. ડીમોલીશનની કામગીરીને પગલે લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા. અને બુલડોઝર ફરી વળતા પરિવારની એક મહિલા બેભાન બનીને ઢળી પડી હતી.

પોલીસ અને પાલિકાનાં કાફલા સાથે બુલડોઝર ફેરવી દેવાયું. / કે.કે.સામાણી