• Gujarati News
  • બગવદરતાબાના બરડીયા ગામે રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં આપઘાતનો

બગવદરતાબાના બરડીયા ગામે રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં આપઘાતનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગવદરતાબાના બરડીયા ગામે રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અંજનાબેન દિનેશભાઈ જોષી નામની મહિલાનાં પતિ દિનેશભાઈને લીવરની બિમારી હોય, અને ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય, આથી કંટાળીને અંજનાબેને આજે પોતાના ઘરે લોખંડની આડશમાં દોરડું બાંધીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયે તેમના પતિ દિનેશભાઈ દોડી આવ્યા હતા અને અંજનાબેનનો જીવ બચાવી લીધો હતો. જો કે તેમની સ્થિતિ નાજુક હોવાથી તાત્કાલીક સારવારઅર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બરડીયા ગામની મહિલાએ કંટાળીને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ